ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022
મંગળવાર
સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલાની જોડીએ બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે. 'જીત', 'જુડવા', 'હર દિલ જો પ્યાર કરેગા', 'મુઝસે શાદી કરોગી' અને 'કિક' પછી હવે બંને 'કભી ઈદ કભી દિવાળી' લઈને આવી રહ્યા છે. ફિલ્મની તારીખ બુક થઈ ગઈ છે. સલમાન ખાન આવતા વર્ષે ઈદ પર ફરીથી ફેન્સને ગિફ્ટ આપવા જઈ રહ્યો છે. આ ફિલ્મ ઈદ 2023માં રિલીઝ થશે. તેમાં સલમાન ખાનની સાથે અભિનેત્રી પૂજા હેગડે લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા પારિવારિક કોમેડી પર આધારિત છે.
#Xclusiv… SALMAN KHAN – SAJID NADIADWALA ARRIVING ON EID 2023… #SajidNadiadwala’s #KabhiEidKabhiDiwali – starring #SalmanKhan and #PoojaHegde – to release in *cinemas* on #Eid 2023… Directed by #FarhadSamji. pic.twitter.com/aCm0YUBh4L
— taran adarsh (@taran_adarsh) February 7, 2022
દર વર્ષે સલમાન ઈદ પર પોતાની ફિલ્મની તારીખ અગાઉથી બુક કરી લે છે. રિપોર્ટ્સ અનુસાર, 'કભી ઈદ કભી દિવાળી' ફેબ્રુઆરીમાં ફ્લોર પર જશે. આ માટે મુંબઈમાં મોટો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે કોરોનાને કારણે તેમાં વિલંબ થયો છે, પરંતુ ફિલ્મની ટીમ હવે શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે.ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની નવી રિલીઝ ડેટના સમાચાર શેર કર્યા અને લખ્યું, 'સલમાન ખાન-સાજિદ નડિયાદવાલા ઈદ 2023 પર આવી રહ્યા છે. સાજિદ નડિયાદવાલાની કભી ઈદ કભી દિવાળી, સલમાન ખાન અને પૂજા હેગડે અભિનીત ફિલ્મ ઈદ 2023 પર થિયેટરોમાં આવશે. તેનું નિર્દેશન ફરહાદ સામજી કરશે.
સ્વર કોકિલા લતા દીના સન્માનમાં રેલવે મંત્રીની મોટી જાહેરાત, સ્મારકની પણ ઉઠી માંગ; જાણો વિગત
સલમાન ખાનની ઘણી ફિલ્મો હાલમાં પાઇપલાઇનમાં છે. જેમાં 'ટાઈગર 3', 'કિક 2', 'નો એન્ટ્રી 2', 'દબંગ 4', 'બજરંગી ભાઈજાન'ની સિક્વલનો સમાવેશ થાય છે.