News Continuous Bureau | Mumbai
Salman Khan firing: સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં દરરોજ નવા અપડેટ્સ આવી રહ્યા છે. આ કેસમાં આરોપી વિકી ગુપ્તા (24), સાગર પાલ (21) અને અનુજ થપન (32) પોલીસ કસ્ટડીમાં છે. હવે સમાચાર આવી રહ્યા છે કે સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા લોકોમાંથી એકે આત્મહત્યાનો ( suicide ) પ્રયાસ કર્યો હતો. વ્યક્તિની હાલત ગંભીર છે. તે વ્યક્તિનું નામ અનુજ થાપન છે.
આ સમાચાર પણ વાંચો : Bank Account Cash Deposit Limit: તમારા સેવિંગ એકાઉન્ટમાં રાખવામાં આવેલા પૈસા પર પણ ટેક્સ લાગે છે….જાણો ઈન્કમ ટેક્સ વિભાગના શું છે નિયમો..
Salman Khan firing: અનુજ થાપનની પંજાબમાંથી 26 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી
Salman Khan firing: અનુજ થાપનની પંજાબમાંથી 26 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી, તેણે કથિત રીતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેણે અને અન્ય એક આરોપી ( Accused ) સોનુ સુભાષ ચંદરે કથિત રીતે અભિનેતાના મુંબઈના ઘરની ( galaxy apartment ) બહાર ફાયરિંગમાં વપરાયેલા હથિયારો આપ્યા હતા.