News Continuous Bureau | Mumbai
બોલિવૂડ(Bollywood) માં દબંગ ખાન(Dabangg Khan) થી જાણીતા સલમાન ખાન (Salman Khan) તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેની અંગત જિંદગી માટે પણ જાણીતો છે. આજે અમે તમને આ લેખ માં સુપરસ્ટાર(Superstar) સલમાન ખાનના અંગત જીવન સાથે જોડાયેલી એક રસપ્રદ વાત (Interesting thing) જણાવવા જઈ રહ્યા છીએ જે લગભગ કોઈ જંતુ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ(First girlfriend) શાહીન જાફરી(Shaheen Jafri) હતી, જે મહાન અભિનેતા અશોક કુમારની(Ashok Kumar) પૌત્રી હતી. અને તે બોલિવૂડ એક્ટ્રેસ(Bollywood actress) કિયારા અડવાણી(Kiara Advani) ની માસી હતી.હા, એવું કહેવાય છે કે સલમાન ખાનને શાહીન જાફરી સાથે એટલો બધો પ્રેમ હતો કે તેણે શાહીનનો પરિચય તેના પરિવારના સદસ્યો સાથે પણ કરાવ્યો હતો. કહેવાય છે કે સલમાન ખાન શાહીનની કોલેજની બહાર કલાકો સુધી તેની રાહ જોતો હતો. તમને જણાવી દઈએ કે આ વાત ત્યારે બની જ્યારે સલમાન ખાન મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં(St. Xavier's College) બીજા વર્ષનો વિદ્યાર્થી હતો અને ત્યારે તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી. સલમાન ખાન તે સમયે ફિલ્મોમાં સ્ટાર પણ બન્યો ન હતો.
સલમાન ખાનના પરિવારના સભ્યો પણ શાહીનને પસંદ કરવા લાગ્યા હતા અને તેઓએ પણ આ સંબંધને મંજૂરી આપી હતી પરંતુ પછી કંઈક એવું થયું જેની કોઈને અપેક્ષા પણ નહોતી કરી. મીડિયા એહવાલ મુજબ, સંગીતા બિજલાની(Sangeeta Bijlani) સલમાન ખાન અને શાહીન જાફરી ની વચ્ચે આવી હતી અને બાદમાં સંગીતા જ સલમાન અને શાહીનના બ્રેકઅપનું કારણ (Reason for breakup) બની હતી.1980માં મિસ ઈન્ડિયા(Miss India) રહી ચૂકેલી સંગીતા બિજલાનીનું બોયફ્રેન્ડ બિંજુ અલી(Binju Ali) સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. સંગીતા એકલી હતી અને એ જ હેલ્થ ક્લબમાં(health club) આવતી હતી જ્યાં સલમાન અને શાહીન જતા હતા.
આ સમાચાર પણ વાંચો : જ્યારે અમિતાભ બચ્ચન સાત દિવસ સુધી રહ્યા હતા નહાયા વગર-કારણ જાણીને તમે પણ બિગ બી ને પાઠવશો અભિનંદન
તમને જણાવી દઈએ કે,કિયારા અડવાણી(Kiara Advani) સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ શાહીન બાનુની ભત્રીજી છે. કિયારા અડવાણીની માતા અને શાહીન બંને બહેનો છે. આજે કિયારાના કરોડો ચાહકો છે. સલમાન ખાનની ચર્ચિત ગર્લફ્રેન્ડની વાત કરીએ તો તેમાં સોમી અલી,સંગીતા બિજલાની,ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ, યૂલિયા વંતુર વગેરેનો સમાવેશ થાય છે. અભિનેતા ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો સલમાન ખાન જલ્દી જ આગામી ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળવાનો છે.