News Continuous Bureau | Mumbai
Salman khan : સલમાન ખાન હાલ તેની ફિલ્મ ટાઇગર 3 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. ટાઇગર 3 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે 200 કરોડ નો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીનાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. હવે ફિલ્મની સફળતાની ઉજવણી કરવા માટે, નિર્માતાઓએ એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં સલમાને કેટરિના સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો.
સલમાન ખાને કેટરીના વિશે કહી આ વાત
આ ઈવેન્ટ દરમિયાન કેટરીનાએ સલમાન ખાન નો હાથ પકડી ને તેને ડાન્સ કરવા માટે આમંત્રિત કર્યો ત્યારબાદ બંને એ ઠુમકા લગાવ્યા. આ દરમિયાન સલમાને કહ્યું, ‘જો આ ફિલ્મમાં કેટરિના છે, તો થોડો રોમાન્સ તો બને છે.’ ત્યારબાદ તેણે ઈમરાન તરફ જોઈને કહ્યું, “જો ઈમરાનનો રોલ આતિશનો ન હોત તો આવું થયું હોત.” સલમાને મજાક માં ઈમરાનને ચુંબન કર્યું અને ભીડ જોરથી હસવા લાગી.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ‘ટાઈગર 3’ એ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની પછી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન મનીષ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મે કમાણી ના મામલે 200 કરોડ નો આંકડો પાર કરી લીધો છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ ના ઘરમાં થયો અંકિતા લોખંડે નો પ્રેગ્નેન્સી ટેસ્ટ, અભિનેત્રી એ શો ને લઇ ને વિકી જૈન ને કહી આ વાત