News Continuous Bureau | Mumbai
Salman khan: સંદીપ રેડ્ડી વાંગા તેમની ફિલ્મ એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 900 કરોડ ની કમાણી કરી હતી. આ ફિલ્મ થી બોબી દેઓલ ને એક અલગ ઓળખ મળી. હવે સંદીપ રેડ્ડી વાંગા ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સંદીપ રેડ્ડી વાંગા તેમની આગામી ફિલ્મ માટે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ને કાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ એક ડાર્ક એક્શન ક્રાઈમ થ્રિલર હશે.
આ સમાચાર પણ વાંચો : Priyanka chopra: આ કારણે છોડવું પડ્યું પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ને તેમનું આલીશાન ઘર, આ વ્યક્તિ સામે કર્યો કેસ
સંદીપ રેડ્ડી વાંગા એ કર્યો સલમાન ખાન નો સંપર્ક
મીડિયા સાથેની વાતચીત દરમિયાન સંદીપ રેડ્ડી વાંગા એ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે સલમાન ખાન સાથે એક એક્શન થ્રિલર ફિલ્મ બનાવવા માંગે છે. હવે મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે,સંદીપ રેડ્ડી વાંગા તેમની આગામી ફિલ્મ માટે સલમાન ખાનને મળ્યા પણ છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ માં સલમાન ખાન એકદમ અલગ પાત્રમાં જોવા મળશે.આ ફિલ્મ એક ડાર્ક એક્શન ક્રાઈમ થ્રિલર હશે. જેમાં અભિનેતા જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે.