News Continuous Bureau | Mumbai
Pankaj Dhir Funeral ટીવી અને બોલિવૂડના ફેમસ એક્ટર પંકજ ધીરનું કેન્સર સામે જંગ લડતા નિધન થયું છે. એક્ટરના નિધનથી આખી ઇન્ડસ્ટ્રીમાં શોક છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા. આ દરમિયાન ઘણા ફેમસ સ્ટાર્સ એક્ટરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા. બોલિવૂડના દબંગ સલમાન ખાન પણ ભીની આંખો સાથે પંકજ ધીરના અંતિમ સંસ્કારમાં સામેલ થયા.
પંકજ ધીરના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા સલમાન
પંકજ ધીરના અંતિમ સંસ્કારમાં ટીવી અને બોલિવૂડ જગતની ઘણી હસ્તીઓ પહોંચી. સલમાન ખાનના ચહેરા પર આ દરમિયાન એક્ટરને ગુમાવવાનું દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તે ગાડીમાંથી ઊતરીને સ્મશાન ઘાટ પહોંચ્યા અને પંકજ ધીરના અંતિમ દર્શન કરીને પાછા ફર્યા. સલમાન ખાનના આ વીડિયો અને તસવીરો ખૂબ વાયરલ પણ થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : BJP Candidate List: સંગીત જગતમાંથી રાજકારણમાં પ્રવેશ,ભાજપે મૈથિલી ઠાકુરને આપી ટિકિટ, જુઓ બીજી યાદીમાં કોના નામ છે સામેલ
દીપિકા-શોએબ પણ થયા સામેલ
સલમાન ખાન ઉપરાંત ટીવીના ફેમસ કપલ દીપિકા કક્કડ અને શોએબ ઇબ્રાહિમ પણ પોતાના મિત્ર નિકિતન ના પિતા ના અંતિમ સંસ્કાર માં હાજર રહ્યા હતા.