News Continuous Bureau | Mumbai
બોલિવૂડના દબંગ સલમાન ખાનને(Salman Khan) જાનથી મારી નાખવાની ધમકી (death threats)મળી છે. આ ધમકી અભિનેતાને એક પત્ર (letter)દ્વારા આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનના પિતા સલીમ ખાન સવારે વોક (Salim Khan walk)માટે બહાર ગયા હતા. આ દરમિયાન જ્યારે તે થોડો આરામ કરવા બેંચ પર બેઠો હતો ત્યારે તેને સલમાનના નામે ધમકીભર્યો પત્ર મળ્યો.
આ પત્રમાં અભિનેતાને ધમકી આપતા લખવામાં આવ્યું હતું કે સલમાન ખાન સાથે પણ મુસેવાલા (Siddhu Moose Wala)જેવો વ્યવહાર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, સલીમ ખાનને આ પત્ર સાંજે 7.30 થી 8.00 વાગ્યાની વચ્ચે મળ્યો હતો. હાલમાં આ પત્ર સામે આવ્યા બાદ બાંદ્રા પોલીસે(Bandra police) કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની થોડા દિવસ પહેલા જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું (gangster lawrence bishnoi)નામ સામે આવ્યું હતું. તમને જણાવી દઈએ કે લોરેન્સે સલમાનને મારી નાખવાની ધમકી પણ આપી છે. તાજેતરમાં જ સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ મુંબઈ પોલીસે (Mumbai police)સલમાનની સુરક્ષા વધારી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો : ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ હવે આ રાજ્ય માં ટેક્સ ફ્રી થઇ અક્ષય કુમાર ની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ
કાળિયાર કેસમાં(black deer case) સલમાન ખાનનું નામ સામે આવ્યા બાદ લોરેન્સે તેને મારી નાખવાની ધમકી આપી હતી. હકીકતમાં, બિશ્નોઈ સમાજમાં (Bishnoi)કાળા હરણને પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે ગેંગસ્ટરે સલમાનને મારવાની જાહેરાત કરી હતી. 2008માં એક કોર્ટની બહાર લોરેન્સે જોધપુરમાં (Jodhpur)સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી.