Site icon

શું સલમાન ખાને ફગાવી દીધી આમિરની ઓફર? ‘ચેમ્પિયન’ વિશે મોટી માહિતી આવી સામે

મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન ‘લાલ સિંહ ચઢ્ઢા’ના ફ્લોપ પછી, અભિનેતાએ થોડા સમય માટે અભિનયમાંથી બ્રેક લીધો છે. આ દરમિયાન તેમના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ ‘ચેમ્પિયન’ વિશે એક મોટી માહિતી સામે આવી રહી છે.

salman khan requested aamir khan rs prasanna to change campeones script

શું સલમાન ખાને ફગાવી દીધી આમિરની ઓફર? 'ચેમ્પિયન' વિશે મોટી માહિતી આવી સામે

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે આમિરે ‘ચેમ્પિયન’ ફિલ્મ સલમાન ખાનને ઓફર કરી છે. જો કે, તાજેતરના મીડિયા અહેવાલમાં ફિલ્મ ઉદ્યોગના એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સલમાન ખાને ફિલ્મની સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારોની માંગ કરી છે.

Join Our WhatsApp Community

સલમાને કરી સ્ક્રિપ્ટ માં ફેરફાર ની માંગ 

એક સૂત્રએ જણાવ્યું હતું કે, “આમિરે થોડા સમય પહેલા જ સલમાનને આરએસ પ્રસન્નાની ફિલ્મ ઓફર કરી હતી કારણ કે તેને લાગ્યું હતું કે સલમાન આ રોલ માટે પરફેક્ટ છે અને તેને સ્ક્રીન પર ઉતારી શકે છે.” આ ઓફર બાદ સલમાને પણ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો હતો, પરંતુ હવે ઓરિજિનલ સ્પેનિશ ફિલ્મ જોયા બાદ કેટલાક ફેરફારો સૂચવ્યા છે. આમિર અને દિગ્દર્શક સલમાન જે બદલાવ માંગે છે તેનાથી ખુશ નથી. તે જ સમયે, સલમાન પણ આ ફિલ્મને લઈને બહુ આશાવાદી નથી.સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે સલમાને ઔપચારિક રીતે ફિલ્મમાં અભિનય કરવાનો ઇનકાર કર્યો નથી, પરંતુ એવું લાગે છે કે તે આ ફિલ્મ કરવા માંગતો નથી. 

 

સલમાન ખાન ના આગામી પ્રોજેક્ટ 

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સલમાન ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ને કારણે ચર્ચામાં છે. તેની ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. તેનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે. સલમાન ઉપરાંત, તેમાં પૂજા હેગડે, વેંકટેશ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત સલમાન ખાન ની ‘ટાઇગર 3’ પણ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે.

 

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version