Site icon

સલમાન ખાને પોતાનો ફોટો શેર કરીને લખ્યું એવું કેપ્શન કે ચાહકો થઈ ગયા કન્ફયુઝ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

સલમાન ખાન હાલમાં બિગ બોસ 15 હોસ્ટ કરી રહ્યો છે અને આ શોને લઈને સતત ચર્ચામાં રહે છે. આ સાથે હવે ભાઈ જાનની એક નવી તસવીર પણ હેડલાઈન્સમાં આવી છે. સલમાન ખાને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે, આ તસવીરમાં સલમાન ખાન માથા પર ગમછો બાંધેલો  જોવા મળી રહ્યો છે.આ તસવીર સાથે સલમાન ખાને મૂંઝવણભર્યું કેપ્શન આપ્યું છે, જેમાંથી સ્પષ્ટપણે કંઈ જાણી શકાયું નથી. જો કે આ કેપ્શન જોયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે સલમાન કોઈ નવી જાહેરાત કરી શકે છે.

સલમાને શેર કરેલી તસવીરમાં તે માથા પર ગમછો બાંધેલો  જોવા મળી રહ્યો છે. આ તસવીર સાથે સલમાને કેપ્શનમાં લખ્યું- "મારે જાહેરાતો અને ટ્રેલર વગેરે પોસ્ટ કરવા છે… મારી જ બ્રાન્ડ્સ છે.. શું સમજ્યા? બધા સાંભળી રહ્યા છે, હું તમને જોઉં છું, હું તમને સાંભળી રહ્યો છું. આજે એક પોસ્ટ અને કાલે ટીઝર .ચાહકોને તેની આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે, પરંતુ તસવીર સાથે સલમાનનું આ ગોળાકાર કેપ્શન જોયા બાદ યુઝર્સે તમામ પ્રકારની અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે. સલમાન ખાનની આ નવી પોસ્ટ સાથે કેટલાક ચાહકોને લાગે છે કે તે કોઈ મોટી જાહેરાત કરવાનો છે.

શું રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા' સીધી OTT પર થશે રિલીઝ? ડિરેક્ટર આપ્યો આ જવાબ; જાણો વિગત

સલમાનનું આ કેપ્શન જોઈને એક યુઝરે લખ્યું- "હું આની રાહ જોઈ રહ્યો હતો". તેવી જ રીતે અન્ય એક ફેને લખ્યું – "લાગે છે કે ટાઇગરનું ટીઝર આવવાનું છે." આ સિવાય ચાહકો પણ સલમાન ખાનના જોરદાર વખાણ કરી રહ્યા છે. કેટલાક તેને બોલિવૂડનો સૌથી મોટો માસ્ટર કહી રહ્યા છે તો કેટલાક તેને દુનિયાના સૌથી હેન્ડસમ માણસનો ખિતાબ આપી રહ્યા છે. એક ચાહકે તો સલમાનને લગ્નની ઓફર પણ કરી હતી.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version