News Continuous Bureau | Mumbai
Salman khan: સલમાન ખાન તેની ફિલ્મ સિકંદર ને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન ની ફિલ્મ ના ટ્રેલર ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ ઈદ ના અવસર પર રિલીઝ થવાની છે. સલમાન ખાન પહેલીવાર આ ફિલ્મ માં રશ્મિકા સાથે કામ કરી રહ્યો છે.હવે પોતાના થી 31 વર્ષ નાની રશ્મિકા સાથે કામ કરવાને લઈને સલમાન ખાને ટ્રોલર્સ ને જવાબ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Kiara advani: સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઇ કિયારા અડવાણી, સાઉથ ની આ ફિલ્મ માટે એક્ટ્રેસ એ વસૂલી અધધ આટલી ફી
સલમાન ખાને રશ્મિકા ને લઈને કરી વાત
સલમાન ખાન અને રશ્મિકા વચ્ચે 31 વર્ષ નો તફાવત છે. સલમાન 59 વર્ષ નો છે જયારે કે રશ્મિકા 28 વર્ષ ની છે જેને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ સલમાન ખાન ને ટ્રોલ કરી રહ્યા છે. હવે આ ટ્રોલર્સ ને જવાબ આપતા સલમાન ખાને કહ્યું, “તેઓ કહે છે કે મારા અને અભિનેત્રી વચ્ચે 31 વર્ષનો તફાવત છે. જ્યારે અભિનેત્રી ને કોઈ સમસ્યા નથી. અભિનેત્રી ના પિતાને કોઈ સમસ્યા નથી. ભાઈ તમને કેમ સમસ્યા છે? તેના લગ્ન થશે, જો તેને બાળકી થશે, તો હું તેની સાથે પણ કામ કરીશ. માતાની પરવાનગી તો મળી જ જશે..” સલમાન ખાન ની આ વાત સાંભળી રશ્મિકા પણ હસી પડી હતી.
Megastar #SalmanKhan giving a reply to trollers in his own way at the #SikandarTrailer launch event:
They say there’s a 31-year difference between the heroine and me. If the heroine has no problem with it and her father has no problem, why do you have 😂🔥. #Sikandar pic.twitter.com/scb9t2NfrF
— 𝑺ᴀʟᴍᴀɴᴏᴘʜɪʟᴇ 🚩 (@katarsalmanfan) March 23, 2025
સિકંદર માં સલમાન ખાન અને રશ્મિકા મંદાના ઉપરાંત કાજલ અગ્રવાલ, સત્યરાજ અને શરમન જોશી પણ જોવા મળશે.આ ફિલ્મ ઈદ ના અવસર પર રિલીઝ થવાની છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)