ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
સલમાન ખાનની બાણેજ અલીઝા અગ્નિહોત્રી વિજ્ઞાાપનમાં જાેવા મળ્યા પછી ફિલ્મમાં ડેબ્યુ કરશે તેવી ચર્ચા થઇ રહી છે.હવે મળેલા રિપોર્ટના અનુસાર પોતાની ભાણેજને સલમાન ખાન લોન્ચ કરવાની તૈયારીમાં છે. સોશ્યલ મીડિયાના પોર્ટલના અનુસાર, અલીઝાનો પરિવાર એક ગ્રાન્ડ ઇવેન્ટ યોજીને તેને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. ટ્રેડ સોર્સના અનુસાર, અલીઝા છેલ્લા બે વરસથી એકટિંગ અન ેડ્રામાના પાઠ ભણી રહી છે. હવે તેના માતા-પિતા અને સલમાન ખાનને લાગે છે કે તેને લોન્ચ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. સલમાન પોતે જ આ અલીઝાના ડેબ્યુની ફિલ્મના નિર્માણમાં ઊંડો રસ લેવાનો છે.તેઓ અલીઝાને લોન્ચ કરતી ફિલ્મના દિગ્દર્શક તેમજ અન્ય સ્ટારકાસ્ટની શોધ કરી રહ્યા છે. સૂત્રના અનુસાર, અલીઝાની ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ સાલ ૨૦૨૨શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.