News Continuous Bureau | Mumbai
Pathan 2: શાહરુખ ખાન એ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ પઠાણ માં જોવા મળ્યો હતો. તેની ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ માં સલમાન ખાને પણ કેમિયો કર્યો હતો. તેમજ શાહરુખ કહને પણ સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 માં કેમિયો કર્યો હતો.હવે શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ નો ભાગ પઠાણ 2 આવી રહ્યો છે. તાજેતરમાં જ આ ફિલ્મ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા જેણે ચાહકોને નિરાશ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન પઠાણ 2 નો ભાગ નહીં હોય.
આ સમાચાર પણ વાંચો : Alia bhatt: રાધિકા મર્ચન્ટ ની જેમ આલિયા ભટ્ટે પણ કર્યું કોપી પેસ્ટ? આ હોલિવુડ સેલીબ્રિટી ના જવાબ ની કરી નકલ! જુઓ વિડીયો
સલમાન ખાન નહીં હોય પઠાણ 2 નો ભાગ
મીડિયા રિપોર્ટ મુજબ મેકર્સને લાગે છે કે ટાઇગર ની વારંવાર હાજરી તેના પાત્રને નબળું પાડશે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટાઇગર ની વાપસી હવે યશ રાજના સ્પાઇ યુનિવર્સ ના સૌથી મહત્વપૂર્ણ મોરચે આવશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકર્સ ટાઈગરના પાત્રને લઈને કંઈક મોટું કરવાની યોજના બનાવી રહ્યા છે. આદિત્ય ચોપરા માને છે કે સ્પાઇ યુનિવર્સ એક મોટું ડ્રામા છે, તેથી ભવિષ્યને ધ્યાનમાં રાખીને, તે તેના મુખ્ય પાત્રો માટે ખૂબ જ સમજી વિચારીને વાર્તાને આગળ ધપાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં ટાઇગર નું કમબેક સંપૂર્ણપણે અલગ અને અનોખા અંદાજમાં કરવાનો વિચાર ચાલી રહ્યો છે.