Site icon

Zareen Khan hospitalized: સલમાન ખાન ની અભિનેત્રી આ બીમારી થી થઇ સંક્રમિત, હોસ્પિટલમાં કરવામાં આવી દાખલ, પોસ્ટ શેર કરી આપ્યું હેલ્થ અપડેટ

વીર ફેમ અભિનેત્રી ઝરીન ખાન આ દિવસોમાં પોતાના સ્વાસ્થ્યને લઈને ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે.

Zareen Khan hospitalized: સલમાન ખાન ની અભિનેત્રી આ બીમારી થી થઇ સંક્રમિત, હોસ્પિટલમાં કરવામાં આવી દાખલ, પોસ્ટ શેર કરી આપ્યું હેલ્થ અપડેટ

salman khans costar zareen khan hospitalized due to dengue

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાને વર્ષ 2010માં સલમાન ખાન સાથે ફિલ્મ ‘વીર’થી ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રી સામાન્ય રીતે તેના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય હોય છે અને તે તેના ફેન્સ સાથે જોડેયેલા રહેવા માટે તે અવરનવર તેના ફોટો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. ઝરીને ‘વજહ તુમ હો’, ‘હાઉસફુલ 2’, ‘રેડી’, ‘વીરપ્પન’, ‘અક્સર 2’ અને ‘1921’ જેવી અન્ય ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની છેલ્લી ફિલ્મ ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે થી’ હતી. હાલમાં, અભિનેત્રીને ડેન્ગ્યુ તાવના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અભિનેત્રીએ ખુદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ukranian Singer : પૂણેમાં યુક્રેનિયન ગાયિકા ઉમા શાંતિ વિરુદ્ધ નોંધાયો કેસ, ત્રિરંગા સાથે જોડાયેલો છે મામલો

ઝરીન ખાન ને થયો ડેન્ગ્યુ 

ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે લોકોમાં ચિંતાનું વાતાવરણ છે. હવે ઝરીન ખાનને પણ ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અભિનેત્રીને ખૂબ તાવ છે, શરીરમાં તીવ્ર દુખાવો છે અને તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ચાહકો સાથે તેના સ્વાસ્થ્ય વિશેના અપડેટ્સ શેર કર્યા. તેણીએ શેર કરેલા ફોટામાં, અભિનેત્રી હોસ્પિટલમાં IV પ્રવાહી લેતી જોવા મળે છે. તેણે પોતાનો ચહેરો બતાવ્યો ન હતો અને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને કેપ્શન આપ્યું, “#lifeupdate”.

ઝરીન ખાન નું વર્ક ફ્રન્ટ 

વર્ષ 2021 માં, ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’ સિવાય, તેણે ફિલ્મ ‘ચાણક્ય’ સાથે તેલુગુ ફિલ્મોમાં પણ સાહસ કર્યું. અભિનેત્રી તેની ફિટનેસ અને લાઈફસ્ટાઈલ વીડિયો માટે યુટ્યુબ પર પણ ઘણી લોકપ્રિય છે.

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version