Site icon

Salman khan dance video: ડાન્સ પરફોર્મન્સ દરમિયાન સલમાન ખાન ની હાલત જોઈ ફેન્સ થયા ચિંતિત, ભાઈજાન ને આપી આ સલાહ

Salman khan dance video: બોલિવૂડ સ્ટાર્સ ઘણી વખત ખાનગી કાર્યક્રમ માં ડાન્સ પરમોમન્સ આપતા રહે છે. હવે સલમાન ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એક કાર્યક્રમ માં ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ઘણા ફેન્સ ચિંતિત છે.

salman khans dance video fans shows concern for actor health

salman khans dance video fans shows concern for actor health

News Continuous Bureau | Mumbai

Salman khan dance video: સલમાન ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મનું ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે અને આ ટીઝર સાથે જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે દિલાવીના અવસર પર રિલીઝ થશે. આ બધાની વચ્ચે સલમાન ખાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન એક ખાનગી કાર્યક્રમ માં ડાન્સ કરતો જોવા મળે છે આ વીડિયોમાં સલમાનને જોઈને ઘણા ફેન્સ ચિંતિત છે અને તેમને લાગે છે કે સલમાનની હાલત ખરાબ છે.

Join Our WhatsApp Community

 

 સલમાન ખાન નો વિડીયો થયો વાયરલ 

દિલ્હીમાં આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં સલમાન ખાને શાનદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. તેની ક્લિપ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. સલમાન ખાને પોતાના હિટ ગીતો પર ડાન્સ કર્યો. સ્ટેજ પર, સલમાન શિમર જેકેટ અને બ્લેક આઉટફિટ પહેરીને ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો છે. સલમાને હૂક સ્ટેપ્સ કરીને ચાહકોનું મનોરંજન કર્યું હતું. પરંતુ આ વીડિયો જોયા બાદ તેના ફેન્સને અભિનેતાની ચિંતા થવા લાગી. ચાહકોએ સલમાનને વિવિધ પ્રશ્નો પૂછ્યા. કેટલાક યુઝર્સે તેને આરામ કરવાની સલાહ પણ આપી છે.


સલમાન ખાન ના આ વાયરલ થયેલા વીડિયો પર કમેન્ટ કરતાં સલમાનના એક ફેને લખ્યું- ‘સલમાન વીડિયોમાં થાકેલો અને અનફિટ લાગે છે’. આ સાથે ઘણા લોકોએ સલમાન ખાનને સલાહ આપી છે કે તેણે ‘ટાઈગર 3’ પછી બ્રેક લેવો જોઈએ. મોટાભાગના યુઝર્સે સલમાનને થાક અને વધુ પડતો વર્કલોડ ઓછો કરવાની સલાહ આપી હતી. તે જ સમયે, કેટલાક યુઝર્સે તને ડાન્સ જેવી વસ્તુઓ કરવા ના કરવાની પણ સલાહ આપી હતી.

આ  સમાચાર પણ વાંચો : Anushka sharma: શું બીજી વખત માતા બન્યા બાદ અનુષ્કા શર્મા કહેશે એક્ટિંગ કરિયર ને અલવિદા? અભિનેત્રી નો જૂનો વિડીયો થયો વાયરલ

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version