News Continuous Bureau | Mumbai
Sam bahadur and Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ અને વિક્કી કૌશલ ની ફિલ્મ સેમ બહાદુર 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. બંને ફિલ્મો ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બંને અભિનેતા ની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રી છે. હવે આ બંને ફિલ્મો ના નિર્માતાઓ ને ઝટકો લાગ્યો છે. ફિલ્મ એનિમલ અને સેમ બહાદુર રિલીઝ થયાના થોડાજ કલાકો માં ઓનલાઇન લીક થઇ ગઈ છે અને તે પણ એચડી પ્રિન્ટમાં.
આ સમાચાર પણ વાંચોઃ Katrina kaif sam bahadur: કેટરીના કેફે કરી પતિ વિકી કૌશલ ની ફિલ્મ ની સમીક્ષા, પોસ્ટ શેર કરી કહી આવી વાત
સેમ બહાદુર અને એનિમલ થઇ ઓનલાઇન લીક
તાજેતરના અહેવાલો અનુસાર, એનિમલ રિલીઝ થયાના કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ ગઈ છે. Movierulz, Filmyzilla, Kuttymovies, Tamilrockers, Filmywap, Pagalworld, Filmymeet, 7starhd, Vegamovies અને Moviesflix જેવી સાઇટ્સ પર એનિમલ ઓનલાઈન લીક કરવામાં આવી છે. તો બીજી તરફ સેમ બહાદુર પણ Tamilrockers, Movierulz, TamilMV, Filmyzilla, Ibomma જેવી ટોરેન્ટ વેબસાઇટ્સે ફિલ્મ ની HD પ્રિન્ટ લીક કરી છે. આ ફિલ્મ લોકો દ્વારા મોટા પ્રમાણ માં ડાઉનલોડ કરવામાં આવી રહી છે. ઓનલાઇન લીક થવાથી ફિલ્મ ના મેકર્સ ને ઘણું આર્થિક નુકસાન ભોગવવું પડશે.