News Continuous Bureau | Mumbai
પુષ્પામાં(Pushpa) આઈટમ ડાન્સ 'ઓ અંતવા માવા'('O Antwa Mawa) થી ફેમસ થયેલી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને(Actress Samantha Ruth Prabhu) કોઈ ઓળખ ની જરૂર નથી. તે જ સમયે, સામંથાના હિન્દી ભાષી ચાહકો તેના બોલિવૂડ ડેબ્યૂની(Bollywood Debut) આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં સામંથા આયુષ્માન ખુરાના(Ayushmann Khurrana) સાથે જોવા મળવાની છે. બોલિવૂડમાં લીડ હિરોઈન તરીકે સામંથાની આ પહેલી હિન્દી ફિલ્મ(Hindi Film) હશે. હવે, સામંથાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામંથા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી (health problems) પીડિત છે. જેના કારણે તેણે પોતાની ફિલ્મનું શૂટિંગ(Film shooting) અધવચ્ચે જ અટકાવવું પડ્યું હતું. આ કારણે સામંથા રૂથ પ્રભુ જાહેરમાં આવવાનું પણ ટાળી રહી છે. અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ 'પોલિમોર્ફ લાઇટ ઇરપ્શન'(Polymorph Light Eruption) નામની ત્વચાની બિમારી સામે લડી રહી છે, જે સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી થાય છે. સામંથા હાલમાં કામમાંથી બ્રેક લઈને જાહેરમાં જોવા અને શૂટિંગથી દૂર છે.એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, સામંથા આ રોગની સારવાર માટે યુએસએ(USA) રવાના થઈ ગઈ છે. તેની તબિયતના કારણે સામંથાએ ‘ખુશી’ ફિલ્મના આગામી શેડ્યૂલનું શૂટિંગ પણ મોકૂફ રાખ્યું છે. આ ફિલ્મમાં તે વિજય દેવરાકોંડાની સામે જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટે આપ્યા વધુ એક ગુડ ન્યૂઝ- ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા વ્યક્ત કરી ખુશી
તમને જણાવી દઈએ કે સામંથા છેલ્લે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં(Koffee with Karan) જોવા મળી હતી. આ દરમિયાન તે અક્ષય કુમાર(Akshay Kumar) સાથે જોવા મળી હતી. સામંથાએ 31 જુલાઈએ સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કર્યો હતો. ત્યારથી એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, તે સોશિયલ મીડિયાથી દૂર છે. સામંથાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, 'ખુશી' અને 'યશોદા' સિવાય, તેણી પાસે 'શાકુંતલમ' અને 'સિટાડેલ'નું હિન્દી રૂપાંતરણ જેવા પ્રોજેક્ટ્સની લાઇન-અપ છે.