News Continuous Bureau | Mumbai
Samay Raina Roasts Amitabh Bachchan: જાણીતા કોમેડિયન સમય રૈનાપોતાના વિવાદાસ્પદ અને બોલ્ડ જોક્સ માટે જાણીતો છે. હાલમાં જ તેના નવા શો ‘સ્ટિલ અલાઈવ’ માં તેણે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પર કરેલી એક ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સમયે તેના શો દરમિયાન ‘કોન બનેગા કરોડપતિ’ (KBC) ના અનુભવો શેર કર્યા અને બિગ બીને રોસ્ટ કરતા કેટલાક આકરા જોક્સ માર્યા હતા.સમય રૈનાએ શોમાં કહ્યું કે, ઇન્ટરનેટ પર અમે કલાકારો માત્ર એક પાત્ર ભજવીએ છીએ, જો અમે અસલી પર્સનાલિટી બતાવવા જઈએ તો રોજ ત્રણ એફઆઈઆર (FIR) થાય. તેણે કેબીસીમાં પોતાની દાદીના નામે મારેલા જોક વિશે વાત કરી અને ત્યારબાદ અમિતાભ બચ્ચન પર નિશાન સાધ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Bhim Vakani Demise: દિશા વાકાણીના પિતા અને દિગ્ગજ કલાકાર ભીમ વાકાણીએ લીધા અંતિમ શ્વાસ, પિતાની છત્રછાયા ગુમાવતા ‘દયાબેન’ ભાંગી પડ્યા
અમિતાભ બચ્ચન અને અભિષેક પર જોક
સમયે તેના શોમાં કહ્યું, ‘કેબીસીમાં હોટ સીટ પર બેઠા હતા ત્યારે મારા મગજમાં ઘણા ઉલ્ટા-સીધા વિચારો આવતા હતા. મારે તેમને પૂછવું હતું કે સર, તમે પોલિયોની આટલી એડ કરી છે, તો પછી પોતાના દીકરાને પગ પર કેમ ઉભો ન કરી શક્યા?’ આ જોક દ્વારા સમયે અભિષેક બચ્ચનની કરિયર પર કટાક્ષ કર્યો હતો. જોકે, સમયે સ્પષ્ટ કર્યું કે કેબીસીમાં તે એક ‘સારા માણસ’ તરીકે વર્ત્યો હતો.
Samay sharing his intrusive thaughts from when he was sitting on hot seat of KBC….😭😭
ABHISHEK BACHCHAN…😭😭 #samayraina pic.twitter.com/cdq2oTXL6q
— ๖ۣۜAяαиүα (@kohli_goat) April 7, 2026
પોતાના શોમાં સમયે ‘બીયરબાઈસેપ્સ’ એટલે કે રણવીર અલ્લાહબદિયાને પણ ટ્રોલ કર્યો હતો. તેણે કહ્યું કે જે લોકો પોતાની ઈમેજ સાફ-સુથરી રાખે છે, જો તે ક્યારેક ખરાબ વાતો કરે તો લોકોને હજમ નથી થતું. આ ઉપરાંત તેણે સિંગર બી પ્રાક, સુનીલ પાલ અને મુકેશ ખન્નાપર પણ વળતો પ્રહાર કર્યો હતો, જેમણે અગાઉ સમયના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ને અશ્લીલ ગણાવ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)