Site icon

નથી અટકી રહી આદિપુરુષ ની મુશ્કેલી, સનાતન ધર્મ ની ફરિયાદમાં કરવામાં આવી હતી આ માંગ

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ'નું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં પ્રભાસની સાથે કૃતિ સેનન અને સની સિંહે મહત્વની ભૂમિકા ભજવી છે.

sanatan dharma requested to cbfc for screen test before release film adipurush

નથી અટકી રહી આદિપુરુષ ની મુશ્કેલી, સનાતન ધર્મ ની ફરિયાદમાં કરવામાં આવી હતી આ માંગ

News Continuous Bureau | Mumbai

લાંબી રાહ જોયા પછી, પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’નું ટ્રેલર 9મી મે 2023ના મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ભગવાન રામના પાત્રમાં પ્રભાસ, માતા સીતાની ભૂમિકામાં કૃતિ સેનન, સની સિંહ ‘લક્ષ્મણ’ અને સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં છે. ટ્રેલર રિલીઝ થયા બાદથી આ ફિલ્મ સતત ચર્ચામાં છે, પરંતુ હવે ફિલ્મના મેકર્સની મુશ્કેલીઓ વધી શકે છે. ફિલ્મ ‘આદિપુરુષ’ વિરુદ્ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સનાતન ધર્મ પ્રચારક સંજય દીનાનાથ તિવારીએ બોમ્બે હાઈકોર્ટના વકીલો મારફત આ ફરિયાદ દાખલ કરી છે.

Join Our WhatsApp Community

 

 આદિપુરુષ ના ટીઝર અને પોસ્ટર માં થઇ હતી ભૂલો 

CBFC બોર્ડ સમક્ષ કરાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જે રીતે ફિલ્મ નિર્માતા અને કલાકારે ભૂતકાળમાં ઘણી વખત પોસ્ટર અને ટીઝર રિલીઝ માં ગંભીર ભૂલો કરી છે. આવી સ્થિતિમાં ફિલ્મવ ના ટીઝર રીલીઝ સમયે જો ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો દ્વારા આવી ગંભીર ભૂલ થઈ શકે તો ચોક્કસ ફિલ્મ ‘આદિપુરુષ’માં આવી અનેક ભૂલો થઈ શકે તેવી પ્રબળ સંભાવના છે. . જેના કારણે ભવિષ્યમાં ફરીથી સનાતન ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાવવાની પ્રબળ સંભાવના છે. દેશમાં કાયદો અને વ્યવસ્થા સામે ખતરાની સ્થિતિ સર્જાઈ શકે છે.

 

ફિલ્મ આદિપુરુષ ને લઇ ને કરવામાં આવી આ માંગ  

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે નિર્માતા અને કલાકાર દ્વારા આ ફિલ્મ 16 જૂને રિલીઝ થવાની છે. ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે આદિપુરુષ ફિલ્મનું સેન્સર બોર્ડ દ્વારા સ્ક્રીન ટેસ્ટ કરાવવાની માંગ કરવામાં આવી છે અને જો સ્ક્રીન ટેસ્ટમાં કોઈપણ પ્રકારનું વિવાદાસ્પદ નિરૂપણ કરવામાં આવ્યું હોય તો તેને દૂર કરવાની માંગ કરવામાં આવી છે.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version