Site icon

પરિણીત સંજય દત્ત બૉલિવુડની આ અભિનેત્રીના પ્રેમમાં પડી ગયો હતો, આ કારણે તૂટી ગયો હતો સંબંધ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 13 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

અભિનેતા સંજય દત્ત બૉલિવુડમાં ઘણું નામ કમાણો છે. તેના અભિનયથી લઈને તેની શૈલી સુધી ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. એવું કહેવાય છે કે સંજય દત્ત બૉલિવુડનો અસલી કેસોનોવા છે, કારણ કે તેના જીવનમાં તેની 308 ગર્લફ્રેન્ડ હતી. સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ 'સંજુ'માં તેની ગર્લફ્રેન્ડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ખુલાસો થયો હતો કે સંજય દત્તના જીવનમાં 308 છોકરીઓ આવી છે, એમાં બૉલિવુડની ઘણી અભિનેત્રીઓ સામેલ છે.

જોકે જે અભિનેત્રી સાથે સંજય દત્તનું નામ સૌથી વધુ જોડાયેલું હતું તે બીજું કોઈ નહીં, પરંતુ બૉલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત છે. 90ના દાયકામાં માધુરી દીક્ષિત અને સંજય દત્તનું નામ એકસાથે લેવામાં આવતું હતું. એવો દાવો કરવામાં આવે છે કે બંને એકબીજાના પ્રેમમાં ખોવાઈ ગયાં હતાં. જ્યારે માધુરીએ સંજય દત્ત સાથેના તેના તમામ સંબંધો તોડી નાખ્યા, ત્યારે સંજય દત્ત ખરાબ રીતે તૂટી ગયો હતો અને સંજય દત્તની પહેલી પત્ની રિચા શર્માએ એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી, જેનું અવસાન થયું છે.

રિચા શર્માએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે માધુરી દીક્ષિતે સંજય દત્તને છોડ્યો ત્યારે તે સંપૂર્ણપણે ભાંગી ગયો હતો. રિચાએ કહ્યું, 'દરેક વ્યક્તિને તેના જીવનમાં ભાવનાત્મક રીતે કોઈની જરૂર હોય છે. એ જ રીતે તે પણ માધુરી દીક્ષિત પર નિર્ભર હતો. જ્યારે માધુરીએ તેને છોડી દીધો ત્યારે તે ખરાબ રીતે તૂટી ગયો હતો.

સૈફ અલી ખાનની એક બેદરકારીને કારણે પત્ની અમૃતા સિંહને ગોળી વાગતાં રહી ગઈ, સારા અલી ખાને જણાવ્યો કિસ્સો

સંજય દત્ત અને માધુરી દીક્ષિતની લવ સ્ટોરી ફિલ્મ 'સાજન'ના સેટ પરથી શરૂ થઈ હતી. આ ફિલ્મમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિત સાથે સલમાન ખાન પણ હતો, પરંતુ ફિલ્મમાં માત્ર સંજય અને માધુરી જ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં કામ કરતી વખતે બંને વચ્ચે નિકટતા વધી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. જોકે સંજય દત્તે રિચા શર્મા સાથે પહેલાંથી જ લગ્ન કર્યાં હતાં અને એ સમયે એક પુત્રી હતી. અભિનેતાએ તેનાં લગ્નને ધ્યાનમાં લીધા વગર માધુરી દીક્ષિત સાથે તેની પ્રેમકહાની આગળ વધારી હતી. દાવો કરવામાં આવે છે કે બંને લગ્ન કરવા માગતાં હતાં, પરંતુ એ જ સમયગાળામાં સંજય દત્તની આર્મ્સ ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ કારણે તે લગભગ 16  મહિના જેલમાં રહ્યો હતો. આ ઘટના પછી, માધુરીએ સંજય દત્ત સાથેના તેના તમામ સંબંધો તોડી નાખ્યા. માધુરી દીક્ષિત અને સંજય દત્તે 'થાણેદાર', 'ખલનાયક', 'ઇલાકા', 'સાહિબાન' અને અન્ય ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ ઉપરાંત બંને વર્ષ 2019ની ફિલ્મ 'કલંક'માં સાથે જોવા મળ્યાં હતાં. બંનેને સાથે જોઈને ચાહકો ખૂબ ખુશ થયા.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version