News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર સંજય દત્તનું (Sanjay Dutt) જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સંજય દત્તે (Sanjay Dutt) એ સમય યાદ કર્યો જ્યારે લોકો તેને 'ચરસી' કહીને બોલાવતા હતા. આ તે સમય હતો જ્યારે તે પુનર્વસન કેન્દ્રમાંથી પાછો ફર્યો હતો. સંજય દત્ત (Sanjay Dutt) આ દિવસોમાં તેની ફિલ્મ KGF2ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. યશ, રવિના ટંડન, પ્રકાશ રાજ, માલવિકા અવિનાશ, જ્હોન કોકેન અને સરસ અભિનીત આ ફિલ્મ તાજેતરમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ (box office) પર જબરદસ્ત કલેક્શન કરી રહી છે.
સંજય દત્ત (Sanjay Dutt) હંમેશા તેની ડ્રગ્સની (drugs) લતને લઈને ખુલીને વાત કરે છે. હવે સંજય દત્તે કહ્યું છે કે જ્યારે તે ડ્રગ્સ લેતો હતો ત્યારે તેને લાગતું હતું કે લોકો તેને કૂલ ગણશે. એક ઈન્ટરવ્યુમાં (interview) સંજય દત્તે કહ્યું કે, 'હું ખૂબ જ શરમાળ હતો, ખાસ કરીને છોકરીઓને જોઈને હું ખૂબ શરમાતો હતો. તેથી મેં છોકરીઓની સામે કૂલ દેખાવા માટે ડ્રગ્સ (drugs) લેવાનું શરૂ કર્યું. જ્યારે તમે આ કરો છો, ત્યારે છોકરીઓને તમે કૂલ લાગો છો અને તમે તેમની સાથે વાત કરવાનું શરૂ કરો છો’.અભિનેતા એ વધુ માં કહ્યું, 'મારા જીવનના 10 વર્ષ મેં એક રૂમમાં અથવા તો એમ કહો કે એક બાથરૂમમાં વિતાવ્યા છે, મને શૂટિંગમાં (shooting)કોઈ રસ નહોતો. પરંતુ તે જીવન છે, અને તે રીતે બધું બદલાઈ ગયું. જ્યારે હું પુનર્વસન માંથી પાછો આવ્યો ત્યારે લોકો મને ચરસી(charsi) કહેતા. અને મને લાગ્યું કે આ ખોટું છે. રસ્તા પર ચાલતી વખતે લોકો મને આમ કહેતા. મને લાગ્યું કે કંઈક કરવું જોઈએ..'
આ સમાચાર પણ વાંચો : ના તાજ ના આર કે હાઉસ પરંતુ આ જગ્યા એ કરશે રણબીર- આલિયા ગેટ ટુ ગેધર પાર્ટી, જામશે સ્ટાર્સનો મેળાવડો
સંજય દત્તે કહ્યું કે આ પછી તેણે વર્કઆઉટ (workout) કરવાનું શરૂ કર્યું. સંજુ (Sanjay Dutt) આ ઈમેજને તોડવા માંગતો હતો અને પછી ધીરે ધીરે તે વ્યક્તિ બની ગયો જેને લોકો કહેતા હતા – વાહ શું બોડી છે. સંજય દત્તની (Sanjay Dutt) ફિલ્મ KGF2નું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ ગુરુવારે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષામાં રિલીઝ થઈ હતી. સંજય દત્ત ટૂંક સમયમાં ફિલ્મ પૃથ્વીરાજમાં (Prithviraj) જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય અક્ષય કુમાર (Akshay Kumar)અને માનુષી છિલ્લર (Manushi Chhillar) મહત્વની ભૂમિકા માં છે.