News Continuous Bureau | Mumbai
Sara ali khan and Ananya pandey: બોલિવૂડ ની યુવા પેઢી ની અભિનેત્રી ઓ એકબીજા સાથે સારું બોન્ડ શેર કરે છે. તે પછી જાહ્નવી કપૂર હોય, સારા અલી ખાન હોય, સુહાના ખાન હોય કે પછી અનન્યા પાંડે હોય આ અભિનેત્રીઓ એકબીજા સાથે સારું બોન્ડ શેર કરે છે. જાહ્નવી કપૂર અને સારા અલી ખાન વચ્ચે નું બોન્ડિંગ તો સૌ કોઈ જાણે છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળી ચુક્યા છે. હવે સારા અલી ખાન અને અનન્યા પાંડે નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં બન્ને સ્ટાર કિડ્સ સાથે વર્કઆઉટ કરતા જોવા મળે છે.
સારા અલી ખાન અને અનન્યા પાંડે નો વિડીયો
સારા અલી ખાન અને અનન્યા પાંડે નો વર્કઆઉટ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયોમાં, સારા અલી ખાન અને અનન્યા પાંડે એક સાથે મસ્તી કરતા જોવા મળે છે કારણ કે તેઓ તેમની મનોરંજક ક્રિયાપ્રતિક્રિયાઓ સાથે બોરિંગ વર્કઆઉટ સત્રને મનોરંજક સમયમાં ફેરવે છે.
સારા અલી ખાન અને અનન્યા પાંડે નું વર્ક ફ્રન્ટ
સારા અલી ખાન ટૂંક સમયમાં ફિલ્મ ‘મેટ્રો ઈન દીનો’ માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી આદિત્ય રોય કપૂર સાથે પહેલીવાર જોવા મળશે. બીજી તરફ અનન્યા પાંડે ટૂંક સમયમાં ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Tejas teaser: ફિલ્મ તેજસ નું નવું ટીઝર થયું રિલીઝ, માત્ર પંદર મિનિટ માં કેવી રીતે અયોધ્યા મંદિરને હુમલાથી બચાવશે કંગના રનૌત
