News Continuous Bureau | Mumbai
સારા અલી ખાન અને શુભમન ગિલ આ દિવસોમાં ખૂબ ચર્ચાનો વિષય છે. તાજેતરમાં સારા અલી ખાન (Sara Ali Khan)અને શુભમન ગિલના (Shubman Gill)નવા વીડિયોએ તેમના સંબંધોની અટકળોને વધુ બળ આપ્યું છે.હાલમાંજ બે વીડિયો સામે આવ્યા જેમાં સારા અને શુભમનને હોટલમાંથી(hotel) બહાર નીકળતા અને પછી ફ્લાઈટમાં(flight) એકબીજાની બાજુમાં બેઠેલા બતાવવામાં આવ્યા હતા. તાજેતરમાં, અમને સોશિયલ મીડિયા પર બે વીડિયો મળ્યા જેમાં સારા તેના કથિત બોયફ્રેન્ડ શુભમન ગિલ સાથે જોઈ શકાય છે. આવો જાણીએ બંને ક્યાં સ્પોટ થયા હતા.
Shubman and sara#Shubmangill #saraalikhan pic.twitter.com/BidBGA4KTg
— Anusha Khan (@anusha_k22) October 13, 2022
ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન ક્રિકેટર(cricketer) શુભમન ગિલને ડેટ કરી રહી છે. આવી અફવાઓ સોશિયલ મીડિયા(social media) પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બંને પહેલા એક રેસ્ટોરન્ટમાં(restaurant) સાથે જમતા જોવા મળ્યા હતા અને હવે ફરીથી બંનેને સ્પોટ કરવામાં આવ્યા છે. આ સાથે સારા અને શુભમન ગિલ હોટલની લોબીમાંથી(hotel loby) બહાર નીકળતા જોઈ શકાય છે, સારા બહાર આવે છે સાથે જ શુભમન જેવો દેખાતો વ્યક્તિ તેની પાછળ આવતો જોવા મળી રહ્યો છે.
Check out the humble behaviour of #saraalikhan in flight from Delhi to Mumbai. She gave selfies to everyone with warm gesture. #exclusive @SaraAliKhan pic.twitter.com/61iFwddDRz
— Crazy 4 Bollywood (@crazy4bolly) October 12, 2022
આ સિવાય બીજા વિડિયોમાં સારા પ્લેનમાં(plane) તેના ફેન્સ સાથે સેલ્ફી લેતી અને પછી તે જ વ્યક્તિ (શુભમન ગિલ) ની બાજુમાં બેસતી જોઈ શકાય છે. એક યુઝરે ટ્વિટર(twitter) પર લખ્યું, 'કદાચ હું ખોટો હોઉં પણ એવું લાગે છે કે શુભમન અને સારા એકબીજાની બાજુમાં બેઠા છે. હોટલનો વીડિયો શેર કરતા તે જ ફેને લખ્યું કે, શું તેઓ સારા અને શુભમન ફરી સાથે છે? આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ(video viral) થઈ રહ્યો છે અને ચાહકો પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "હા, તે જ છે તેથી મને લાગે છે કે તેઓ સત્તાવાર રીતે ડેટિંગ કરી રહ્યાં છે." એકે લખ્યું, "જ્યાં સુધી તે તેની મેચ જોવા નહીં આવે ત્યાં સુધી વિશ્વાસ નહીં થાય."
આ સમાચાર પણ વાંચો : આ દિગ્ગજ અભિનેતા ના જન્મદિવસ પર થયું હતું કિશોર કુમારનું અવસાન-તે દિવસ પછી એક્ટરે ન હતો ઉજવ્યો તેમનો જન્મદિવસ-જાણો રસપ્રદ કિસ્સો