Site icon

ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળશે ઈબ્રાહિમ અલી ખાન , બહેન સારા એ કર્યો ખુલાસો

સારા અલી ખાને તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાનના બોલિવૂડ ડેબ્યૂ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ જણાવ્યું કે ઇબ્રાહિમ અલી ખાને ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.

sara ali khan confirms ibrahim ali khan debut movie

ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળશે ઈબ્રાહિમ અલી ખાન , બહેન સારા એ કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને હાલમાં જ ડેબ્યુ કર્યું છે. આર્યન ખાને એડવર્ટાઇઝિંગથી ડાયરેક્શનની દુનિયામાં પગ મૂક્યો હતો. જે બાદ આર્યન ખાન ઘણી ચર્ચામાં છે. આર્યન ખાન બાદ હવે સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનના ડેબ્યુના સમાચારો આવવા લાગ્યા છે. તેની બહેન સારા અલી ખાને ઈબ્રાહિમ અલી ખાનના ડેબ્યૂને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. જે બાદ ઈબ્રાહિમ અલી ખાનના ફેન્સ ઘણા ખુશ દેખાઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

 

 ઈબ્રાહિમ અલી ખાનના ડેબ્યૂ વિશે સારાએ કહી આ વાત 

સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન આ દિવસોમાં ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ઈબ્રાહિમ અલી ખાનના ડેબ્યૂના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. આ દરમિયાન તેની બહેન સારા અલી ખાને ઈબ્રાહિમ અલી ખાનના બોલિવૂડ ડેબ્યૂ વિશે ખુલાસો કર્યો છે. સારા અલી ખાને મીડિયા સાથે વાતચીત કરતા આ સમાચારને સમર્થન આપ્યું કે તેનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. સારાએ જણાવ્યું કે, ઈબ્રાહિમ અલી ખાને અભિનેતા તરીકે તેની પ્રથમ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ સિવાય સારા અલી ખાને પણ તેના ભાઈના જોરદાર વખાણ કર્યા હતા. સારા અલી ખાનનું નિવેદન સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઈબ્રાહિમ અલી ખાન એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનો છે.

આ સમાચાર પણ વાંચો: ધ કેરળ સ્ટોરી ની સફળતા ની વચ્ચે છલકાયું સોનિયા બાલાની નું દર્દ, આ કારણે અભિનેત્રી થઇ રહી છે ટ્રોલ

 સારા અલી ખાન નું વર્ક ફ્રન્ટ 

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સારા અલી ખાન વિકી કૌશલની સાથે જોવા મળશે. વિકી કૌશલ અને સારા અલી ખાનની આ ફિલ્મ 2 જૂને રિલીઝ થઈ રહી છે. 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version