ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જૂન, ૨૦૨૧
મંગળવાર
રિયાએ NCBનેપોતાનું કબૂલાતનામું આપ્યું હતું. એમાં તેણે જણાવ્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો હતો અને તેની બહેન અને જીજાજી પણ ડ્રગ્સ લેતાં હતાં. આ ઉપરાંત તેની બહેન અને જીજાજી ડ્રગ્સ લઈને આવતાં હતાં. રિયા સુશાંતને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાવવા માગતી હતી, પરંતુ સુશાંત એ માટે તૈયાર ન હતો. રિયાએ તેના કબૂલાતનામામાં અભિનેત્રી સારા અલી ખાન ઉપર પણ ગંભીર આરોપ મૂક્યો છે. એમાં તેણે જણાવ્યું કે સારા અલી ખાને તેને મેરુઆના તથા વોડકાની ઑફર કરી હતી. કબૂલાતનામામાં રિયાએ જણાવ્યું હતું કે તેની અને સારા વચ્ચે ૪ જૂનથી ૬ જૂન ૨૦૧૭ ની વચ્ચે ડ્રગ્સને લઈને વાતચીત થઈ હતી. સારા અલી ખાન રોજ મેરુઆના પીતી હતી. સારાએ રિયાને જણાવ્યું હતું કે તે આઇસક્રીમ અને મેરુઆનાનો ઉપયોગ હૅન્ગ ઓવર ઉતારવા માટે તથા દર્દથી રાહત પામવા માટે કરતી હતી.
હેમા માલિનીની થિયરી : હવન કરો, કોરોના દૂર રાખો, જાણો શું કરે છે તે દરરોજ… જુઓ વીડિયો
આમ રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન માટે મુશ્કેલી ઊભી કરી છે.