News Continuous Bureau | Mumbai
Sara ali khan:સારા અલી ખાન ને દુનિયાભરમાં ફરવાનું પસંદ છે. તે ફુરસદ ના સમય માં મુસાફરી કરવાનું પસંદ કરે છે. તે ઘણીવાર ધાર્મિક યાત્રા કરવા પણ નીકળી પડે છે. સારા અલી ખાન ને ભગવાન શંકર માં ખુબ આસ્થા છે. તે ઘણીવાર બાબા ભોલેનાથ ના આશીર્વાદ લેવા ક્યારેક કેદારનાથ તો ક્યારેક મહાકાલેશ્વર ની મુલાકાત લેતી જોવા મળી છે. હવે સારા અલી ખાન ફરી એક વાર બાબા કેદારનાથ ના ધામ માં પહોંચી છે. જ્યાંથી તેને એનો એક વિડીયો શેર કર્યો છે.
સારા અલી ખાન પહોંચી કેદારનાથ ધામ
સારા અલી ખાન દ્વારા શેર કરવામાં આવેલા વિડીયો માં જોઈ શકાય છે કે,સારા કેદારનાથના એક ખૂણેથી બીજા ખૂણે પગપાળા જતી જોવા મળી રહી છે. તે એક જગ્યાએ શાક પણ સમારી રહી છે. તે તંબુમાં રહે છે, વહેતા પાણીથી તેનો ચહેરો ધોવે છે અને તડકામાં આરામ કરતી જોવા મળે છે. તે તેના વિડીયો દ્વારા કેદારનાથ ની સેર કરાવતી જોઈ શકાય છે.
View this post on Instagram
સારા અલી ખાન નું વર્ક ફ્રન્ટ
સારા અલી ખાન છેલ્લે વિકી કૌશલ સાથે સુપરહિટ ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’માં જોવા મળી હતી. હાલમાં તે આદિત્ય રોય કપૂર સાથે અનુરાગ બાસુની આગામી ફિલ્મ ‘મેટ્રો… ઈન દીનો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ટાઈગર શ્રોફ અને હિતેન પટેલ સાથે થ્રિલર ફિલ્મ ‘મિશન લાયન’માં પણ જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Sara ali khan and Ananya pandey: સારા અલી ખાન અને અનન્યા પાંડે એ આ રીતે બનાવ્યું બોરિંગ વર્કઆઉટ ને મજેદાર, બન્ને નો મસ્તી કરતો વિડીયો થયો વાયરલ