Gujarati Sahitya: વૃક્ષ શરણં ગચ્છામિ…

Gujarati Sahitya: મહાભારતમાં દુશાસને દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની કુચેષ્ટા કરી હતી. આજે માણસ ધરતીમાતાના જંગલો અને ઝાડપાનનું નિકંદન કાઢીને નગ્ન કરવાનું પાપ આચરી રહ્યો છે! શ્રી રમણ પાઠકે લખ્યું હતુંઃ

by Hiral Meria
Gujarati Sahitya Tree Shelter Gachchami By ashwin Mehta

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya: મહાભારતમાં ( Mahabharata ) દુશાસને દ્રૌપદીને ( Draupadi ) નિર્વસ્ત્ર કરવાની કુચેષ્ટા કરી હતી. આજે માણસ ધરતીમાતાના જંગલો અને ઝાડપાનનું નિકંદન કાઢીને નગ્ન કરવાનું પાપ આચરી રહ્યો છે! શ્રી રમણ પાઠકે ( Raman Pathak )  લખ્યું હતુંઃ

તું જાત સાથે નવ ઝાડ બાળતો!

જેણે જિંદગીમાં એકેય ઝાડ ઉછેર્યું ન હોય એવો માણસ મરે ત્યારે એક આખું ઝાડ ( tree ) તેની પાછળ બાળવું પડે એ કેમ ચલાવી લેવાય? ગઈકાલનું ઘટાદાર લીલુછંમ વૃક્ષ આજે કોઈની ઠાઠડી બની શબ સાથે બળી મરે! ડૉ. નગીન મોદીએ ( Dr. Nagin Modi ) સાચું જ કહ્યું છેઃ

શહીદ થતા વૃક્ષની ખાંભી કોણ રચશે આ જગે?

છોડમાં રણછોડ અને વેણુ વગાડતા વનમાળીના આ દેશમાં વૃક્ષનું નિકંદન એ ઘોર પાપ ગણાવું જોઈએ. કવિ ઉમાશંકર જોશીએ ( Umashankar Joshi ) ગાયું હતુંઃ

વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી,

 પશુ છે, પંખી છે, ફૂલો, વનોની છે વનસ્પતિ…

એકલપેટો, નગુણો અને નઘરોળ માનવી જનેતા જેવી જન્મભૂમિને ધમરોળી રહ્યો છે, ત્યારે બીજી બાજુ કવિ ઉશનસે પ્રકૃતિના તત્વોની વચ્ચે, આકાશ અને ધરતી પર ફેલાયેલી મનુષ્યની હયાતીને સલૂકાઈથી ગાઈ છેઃ

આ પણ વાંચો : Gujarati Sahitya: હું માનવી માનવ થાઉં તો ઘણું-સુન્દરમ્

હું તૃણ અને તારકોની બીચોબીચ, 

છું તૃણ અને તારકોથી ખીચોખીચ!

એક તણખલું પણ તોડીએ તો વૈશ્વિકલય Cosmic Rhythm ખોરવાય છે અને કવિના હૈયે ઉઝરડો પડે છે. પર્યાવરણની રક્ષા કાજે કોલાહલ કરતો માણસ પહેલાં ઝાડ પાડે છે અને પછી છાંયડો શોધે છે! કવિ ભગવતીકુમાર શર્માની આ પંક્તિઓ વાંચી છે?

થડ નથી હું, ડાળીઓ કે પાંદડાં પણ હું નથી,

 મૂળ છું હું, મારે શા માટે ઉખડવું જોઈએ?

Ashwin Mehta

Ashwin Mehta

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More