News Continuous Bureau | Mumbai
Urfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશન સેન્સ માટે જાણીતી છે. તે અવારનવાર તેના કપડાં સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે. ક્યારેક તે સિમ કાર્ડથી બનેલો ડ્રેસ પહેરી ની સામે આવે છે તો ક્યારેક તે કીબોર્ડ માંથી ડ્રેસ બનાવી લે છે. હાલમાં જ ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદ ખૂબ જ વિચિત્ર લુકમાં જોવા મળી રહી છે. તેનો આ લુક જોઈને ઘણા લોકો નવાઈ પામ્યા છે.
ઉર્ફી જાવેદ નો વિડીયો
ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો માં ઉર્ફી એકદમ અલગ લુકમાં જોવા મળી રહી છે. તેણે પોતાના મોઢા પર લાલ રંગ લગાવ્યો છે. તેમજ તેને તેવા જ કલર ની પોલોનેક ટીશર્ટ પણ પહેરી છે.તેણે પોતાના કાનની પાછળ અગરબત્તી મૂકી છે. આ સાથે તેણે કેસરી રંગની ધોતી પહેરી છે અને ગળામાં ગલગોટા ના ફૂલોની માળા પહેરી છે. આ વિડીયો શેર કરવાની સાથે તેણી લખે છે – ‘મને આશા છે કે દરેકને ખબર હશે કે છોટા પંડિત ભૂલ ભુલૈયાનું પાત્ર છે. તે હેલોવીન પાર્ટી માટે ખૂબ જ સરસ રીતે તૈયાર હતી પરંતુ જઈ ના શકી તો વિચાર્યું વિડીયો જ પોસ્ટ કરી દઉં’
View this post on Instagram
ઉર્ફી જાવેદ ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા
આ વિડીયો જોઈ એક યુઝરે લખ્યું, ” હા, ફક્ત તમે જ કરી શકો છો, બીજા કોઈમાં હિંમત નથી.”જ્યારે બીજાએ કહ્યું, “શું તમે આગામી ભૂલ ભુલૈયામાં છોટા પંડિત બનશો?” આ સિવાય ઘણા એ ઉર્ફી જાવેદને ટ્રોલ પર કરી છે. છે. એક યુઝરે લખ્યું, હિંદુ આસ્થાની મજાક ન કરો, જ્યારે બીજાએ કહ્યું, આ હેલોવીન લુક ક્યાંથી આવ્યો? તે છોટા પંડિત હતો, ખરું?
આ સમાચાર પણ વાંચો: Karan Johar: NMACC ઈવેન્ટ દરમિયાન કરણ જોહર ને આવ્યો હતો પેનિક એટેક, આ અભિનેતા એ કરી નિર્દેશક ની આવી રીતે મદદ