News Continuous Bureau | Mumbai
Anupama:હમેશા ટીઆરપી લિસ્ટ માં ટોચ નું સ્થાન જાળવી રાખનાર ટીવીનો સૌથી લોકપ્રિય શો અનુપમા તેની સ્ટોરીલાઈનને કારણે ચર્ચામાં રહે છે. હાલ શો માં સમર ના હત્યારા ને સજા આપવાનો ટ્રેક ચાલી રહ્યો છે. જે હવે પૂરો થઇ ગયો છે. સમર નો હત્યારો પકડાઈ ગયો છે. પણ શાહ હાઉસ માં ઉદાસી છવાયેલી છે. સમર ના ગયા બાદ વનરાજ ડિપ્રેશનનો શિકાર બન્યો તો બીજી તરફ કિંજલ અને તોશુ વિદેશ જઈ રહ્યા છે. તેમજ ડિમ્પી પણ હવે અનુપમા ના ઘરમાં રહે છે. હવે આ શો માં જબરજસ્ત ટ્વીસ્ટ આવવાનો છે.
અનુપમા નો નવો પ્રોમો
મેકર્સે શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે સમર ના ગયા બાદ ઘર આખું વિખેરાઈ જાય છે. વનરાજ ડિપ્રેશન માં છે. કિંજલ અને તોશુ દેશ છોડી રહ્યા છે અને ડિમ્પી અનુપમા ના ઘરે છે.આવી સ્થિતિમાં હવે બા અને બાપુજી શાહ હાઉસમાં એકલા પડી ગયા છે. દરમિયાન બાપુજીને લાગે છે કે હવે પરિવારમાં એવું કોઈ નથી કે જેના માટે તેમણે અહીં રહેવું જોઈએ. તેઓ ગામમાં જવાનું નક્કી કરે છે. જ્યારે બા બાપુજી ગામમાં જતા હોય છે, ત્યારે બા ને ચક્કર આવે છે અને અનુપમા તેને સંભાળે છે.અનુપમા તેમને ગામ જતા રોકે છે. અનુપમા બા અને બાપુજીને પોતાની સાથે પોતાના ઘરે લઈ જાય છે.
View this post on Instagram
અનુપમા માં આવશે ટ્વીસ્ટ
અનુપમા બા અને બાપુજી ને તેના ઘર એટલેકે કાપડિયા મેંશન માં લઇ જાય છે. અને કહે છે કે હવે થી બા બાપુજી આપણી સાથે રહશે. આ સાંભળી અંનુજ ખુશ થાય છે. પરંતુ માલતીદેવી ને આ ગમતું નથી. હવે કાપડિયા મેંશન માં બા અને બાપુજીની એન્ટ્રી બાદ ભારે હોબાળો થવાનો છે. એક તરફ, માલતી દેવી બા બાપુજી ની એન્ટ્રીથી બિલકુલ ખુશ નથી. તો બીજી તરફ બા પણ તેની હરકતોથી હટશે નહીં. આવી સ્થિતિમાં બંને વચ્ચે મતભેદ જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai: સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અભિમન્યુ અને અભીર પહેલા આ પાત્ર નું થશે દર્દનાક મૃત્યુ, જાણો શો માં આવનાર ટ્વીસ્ટ વિશે