Site icon

Sara ali khan: બાબા ભોલેનાથ ના આશીર્વાદ લેવા કેદારનાથ ધામ પહોંચી સારા અલી ખાન, અભિનેત્રીએ શેર કર્યો તેની આધ્યાત્મિક યાત્રા નો વિડીયો

Sara ali khan:સારા અલી ખાન ને ભોલેનાથ માં ખુબ શ્રદ્ધા છે. હવે અભિનેત્રી સારા અલી ખાન ફરી ભોલેબાબા ના દર્શન કરવા કેદારનાથ ધામ પહોંચી છે. કેદારનાથ ધામ થી સારા અલી ખાને વિડીયો શેર કર્યો છે.

Sara ali khan reached kedarnath dham watching the video of her spiritual journey

Sara ali khan reached kedarnath dham watching the video of her spiritual journey

News Continuous Bureau | Mumbai

Sara ali khan:સારા અલી ખાન ને દુનિયાભરમાં ફરવાનું પસંદ છે. તે ફુરસદ ના સમય માં મુસાફરી કરવાનું પસંદ કરે છે. તે ઘણીવાર ધાર્મિક યાત્રા કરવા પણ નીકળી પડે છે. સારા અલી ખાન ને ભગવાન શંકર માં ખુબ આસ્થા છે. તે ઘણીવાર બાબા ભોલેનાથ ના આશીર્વાદ લેવા ક્યારેક કેદારનાથ તો ક્યારેક મહાકાલેશ્વર ની મુલાકાત લેતી જોવા મળી છે. હવે સારા અલી ખાન ફરી એક વાર બાબા કેદારનાથ ના ધામ માં પહોંચી છે. જ્યાંથી તેને એનો એક વિડીયો શેર કર્યો છે. 

Join Our WhatsApp Community

 

સારા અલી ખાન પહોંચી કેદારનાથ ધામ 

સારા અલી ખાન દ્વારા શેર કરવામાં આવેલા વિડીયો માં જોઈ શકાય છે કે,સારા કેદારનાથના એક ખૂણેથી બીજા ખૂણે પગપાળા જતી જોવા મળી રહી છે. તે એક જગ્યાએ શાક પણ સમારી રહી છે. તે તંબુમાં રહે છે, વહેતા પાણીથી તેનો ચહેરો ધોવે છે અને તડકામાં આરામ કરતી જોવા મળે છે. તે તેના વિડીયો દ્વારા કેદારનાથ ની સેર કરાવતી જોઈ શકાય છે.

સારા અલી ખાન નું વર્ક ફ્રન્ટ 

સારા અલી ખાન છેલ્લે વિકી કૌશલ સાથે સુપરહિટ ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’માં જોવા મળી હતી. હાલમાં તે આદિત્ય રોય કપૂર સાથે અનુરાગ બાસુની આગામી ફિલ્મ ‘મેટ્રો… ઈન દીનો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ટાઈગર શ્રોફ અને હિતેન પટેલ સાથે થ્રિલર ફિલ્મ ‘મિશન લાયન’માં પણ જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Sara ali khan and Ananya pandey: સારા અલી ખાન અને અનન્યા પાંડે એ આ રીતે બનાવ્યું બોરિંગ વર્કઆઉટ ને મજેદાર, બન્ને નો મસ્તી કરતો વિડીયો થયો વાયરલ

Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Exit mobile version