News Continuous Bureau | Mumbai
Sara ali khan: સારા અલી ખાન ની એક કલીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. વાસ્તવમાં સારા અલી ખાન મુંબઈમાં આવેલી મેટા ઓફિસમાં આઇકોનિક ફૂટબોલર ડેવિડ બેકહામ સાથે વાત કરી રહી હતી. આ શો માં , ટોચના ભારતીય Instagram સર્જકોએ પણ ભાગ લીધો હતો. આ શો દરમિયાન સારા એ ડેવિડ બેકહામ સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.
સારા અલી ખાને કરી ડેવિડ બેકહામ સાથે વાત
સારા ની જે કલીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે તેમાં તે કહેતી જોવા મળે છે કે, “જો કોઈ તમારા જેટલી મોટી સેલિબ્રિટી છે, તો તેને માણસ તરીકે જોવું મુશ્કેલ બની શકે છે. ત્યાં ખૂબ ગ્લેમર છે, એટલું બધું દબાણ છે કે ક્યારેક તમે કોણ છો તે જોવું મુશ્કેલ છે અને હું તમારા પરિવાર અને બાળકો માટે વિચારું છું, તે સુંદર વ્યક્તિગત શાંતિ છે. આના જવાબમાં ડેવિડે કહ્યું, “આ વાત કરવા બદલ તમારો આભાર અને મને નથી લાગતું કે આ રીતે સમજાવવામાં આવ્યું હોય અને વાત કરવામાં આવી હોય. આ એક ઉત્તમ વર્ણન છે.”
it’s insane how #SaraAliKhan can converse soo eloquently, both in English and Hindi. She got this confident, graceful, super intellectual and impactful demeanour, which always brings her out as a much better and wiser person than all others in the race. pic.twitter.com/wtXGx4KQMb
— sakt` (@SarTikFied) November 16, 2023
તમને જણાવી દઈએ કે, ડેવિડ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ માટે મુંબઈમાં હતો. ત્યારબાદ સોનમ કપૂર અને તેના બિઝનેસમેન પતિ આનંદ આહુજા એ ડેવિડ બેકહામ માટે પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં ઘણા સેલેબ્રીટી હાજર રહ્યા હતા. શાહરુખ ખાને પણ ડેવિડ બેકહામ માટે પોતાના ઘર મન્નત માં પાર્ટી નું આયોજન કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Virat kohli and Anushka sharma: મેચ દરમિયાન વિરાટ કોહલી નો અનુષ્કા શર્મા પ્રત્યે નો પત્ની પ્રેમ મળ્યો જોવા, ક્યૂટ મુવમેન્ટ થઇ કેમેરામાં કેદ, જુઓ વિડીયો