Sara Arjun Big Project: બોલિવૂડમાં સારા અર્જુનનો દબદબો! ઝોયા અખ્તરના મોટા પ્રોજેક્ટમાં મળી એન્ટ્રી, જાણો કયા સુપરસ્ટાર સાથે સ્ક્રીન શેર કરશે અભિનેત્રી

Sara Arjun Big Project: રણવીર સિંહ સાથે ધૂમ મચાવ્યા બાદ હવે ઈશાન ખટ્ટર સાથે દેખાશે સારા અર્જુન; ‘ટાઈગર બેબી’ બેનર હેઠળ બનનારી ફિલ્મ ‘એ પરફેક્ટ મેચ’ને લઈને ચર્ચાઓ તેજ

by Zalak Parikh
Sara Arjun Bags Big Project Post 'Dhurandhar 2' Success: Set to Star Opposite Ishaan Khatter in Zoya Akhtar’s Next

News Continuous Bureau | Mumbai

Sara Arjun Big Project: આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર 2’ હાલમાં બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે અભિનેત્રી સારા અર્જુનના  અભિનયના પણ ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. રણવીર અને સારાની જોડીએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે, અને હવે સારા અર્જુન માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ‘ધુરંધર 2’ની ભવ્ય સફળતા વચ્ચે સારાના હાથમાં એક મોટો પ્રોજેક્ટ લાગ્યો છે.મીડિયા અહેવાલો   મુજબ, સારા અર્જુન હવે પ્રખ્યાત ડાયરેક્ટર ઝોયા અખ્તરના ‘ટાઈગર બેબી’ બેનર હેઠળ બનનારી બિગ બજેટ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની જોડી ઈશાન ખટ્ટર સાથે જામશે તેવી પ્રબળ શક્યતા છે. આ પ્રોજેક્ટનું નિર્દેશન અર્જુન વરૈન સિંહ કરશે, જેમણે અગાઉ ‘ખો ગયે હમ કહાં’ જેવી સફળ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Harry Potter TV Series Trailer Out: હોગવર્ટ્સની સફર ફરી શરૂ: ‘હેરી પોટર’ ટીવી સિરીઝનું ટ્રેલર આઉટ, મેકર્સે આપ્યું ફેન્સને મોટું સરપ્રાઈઝ!

ઝોયા અખ્તરની રહસ્યમય પોસ્ટથી શરૂ થઈ અટકળો

તાજેતરમાં ઝોયા અખ્તરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘A Perfect Match’ નામની એક સ્ક્રિપ્ટની તસવીર શેર કરી હતી. આ પોસ્ટના કેપ્શનમાં તેણે માત્ર બે નામ લખ્યા હતા – ‘કબીર અને નવ્યા’. આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર કાસ્ટિંગને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. અહેવાલો મુજબ, ‘કબીર’ અને ‘નવ્યા’ ના પાત્રમાં ઈશાન ખટ્ટર અને સારા અર્જુન જોવા મળી શકે છે. જોકે, હજુ સુધી પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Zoya Akhtar (@zoieakhtar)


સારા અર્જુન બાળ કલાકાર તરીકે પણ ખૂબ જ લોકપ્રિય રહી છે અને હવે તે બોલિવૂડમાં મુખ્ય અભિનેત્રી તરીકે પોતાની જગ્યા મજબૂત કરી રહી છે. બીજી તરફ ઈશાન ખટ્ટર પણ તેના આગામી પ્રોજેક્ટ્સને લઈને સતત વ્યસ્ત છે. જો આ બંને કલાકારો ઝોયા અખ્તરની ફિલ્મમાં સાથે દેખાશે, તો તે ચોક્કસપણે વર્ષ 2026 ની સૌથી ચર્ચિત જોડીઓમાંથી એક હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More