News Continuous Bureau | Mumbai
સતીશ કૌશિકના મૃત્યુના થોડા કલાકો જ થયા હતા કે નવા વળાંકો સામે આવવા લાગ્યા. સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલુ ની પત્ની એ દિવંગત અભિનેતાની હત્યા તેના જ પતિએ કરાવી હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેણે દાવો કર્યો હતો કે તેના પતિ વિકાસ માલુ એ સતીશ કૌશિક પાસેથી 15 કરોડ રૂપિયા લીધા હતા. પૈસા પરત કરવા બાબતે સતીશ અને વિકાસ વચ્ચે ઝઘડો થયો હતો. સતીશ કૌશિક ની પત્ની એ હવે આ તમામ આરોપો પર પ્રતિક્રિયા આપી છે.
પૈસાની લેવડ દેવડ ની વાત ખોટી
આરોપો પર સતીશ કૌશિક ની પત્ની શશીએ કહ્યું કે તેના પતિ હોળી પાર્ટીમાં હાજરી આપવા માટે દિલ્હીમાં હતા. પૈસાની લેવડ દેવડ અંગે જે વાતો કહેવામાં આવી રહી છે તે ખોટી છે. તેમણે વિકાસ માલુ નો બચાવ કર્યો હતો. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા શશીએ કહ્યું કે સતીશ અને વિકાસ ખૂબ સારા મિત્રો હતા અને ક્યારેય લડ્યા નહોતા. તેણે એમ પણ કહ્યું કે વિકાસ એક મોટો બિઝનેસમેન છે અને તેના પતિ ને પૈસાની જરૂર નથી.
‘મહિલાનો એજન્ડા કંઈક બીજો’
શશિ કૌશિકે જણાવ્યું હતું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે સતીશ કૌશિક માં 98% બ્લોકેજ હતો અને તેમનામાં કોઈ દવાના નમૂના મળ્યા નથી. આરોપ મૂકનાર મહિલા પર સવાલ ઉઠાવતા શશિએ કહ્યું, “પોલીસે બધું ચકાસી લીધું છે. મને સમજાતું નથી કે તેણી કેવી રીતે દાવો કરી રહી છે કે તેમને ડ્રગ આપીને હત્યા કરવામાં આવી હતી. મને સમજાતું નથી કે તે મારા પતિના મૃત્યુ પછી તેને કેમ બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. કદાચ તેનો એજન્ડા કંઈક અલગ છે અને તેણી ને તેના પતિ પાસેથી પૈસા જોઈએ છે,. તે હવે આમાં સતીશ જીને સામેલ કરી રહી છે.”
શશી એ મહિલા ને કરી વિનંતી
શશિએ વધુમાં કહ્યું, ‘હું તેને વિનંતી કરું છું કે તે આ પ્રકારની રમત ન રમે. મને આ મામલે કોઈ શંકા નથી તેથી આમાં વધુ તપાસ થવી જોઈએ નહીં. મારા પતિએ જ્યારે પણ કોઈ મોટો નાણાકીય વ્યવહાર કર્યો હોય ત્યારે તેણે હંમેશા ખુલાસો કર્યો છે. મને લાગે છે કે તેમના મૃત્યુ પછી આ વસ્તુઓ થઈ રહી છે તે ખૂબ જ ખોટું છે.’