Site icon

લંડનમાં એરપોર્ટ સ્ટાફે સતીશ શાહની ઉડાવી મજાક, અભિનેતાના એક જવાબથી તેમની થઇ ગઈ બોલતી બંધ

લંડનના હીથ્રો એરપોર્ટ પર અભિનેતા સતીશ શાહની મજાક ઉડાવવામાં આવી હતી. જેના પર સતીશ શાહે એવો જોરદાર જવાબ આપ્યો કે હીથ્રો એરપોર્ટના સ્ટાફની બોલતી બંધ થઈ ગઈ.

satish shah replied to racist comment on london heathrow airport

લંડનમાં એરપોર્ટ સ્ટાફે સતીશ શાહની ઉડાવી મજાક, અભિનેતાના એક જવાબથી તેમની થઇ ગઈ બોલતી બંધ

News Continuous Bureau | Mumbai

 બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સતીશ શાહ ( satish shah ) ફિલ્મોમાં તેમના જબરદસ્ત અભિનય અને કોમિક ટાઈમિંગ માટે જાણીતા છે. તેણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. સતીશ શાહ ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે તેમના કામના કારણે નહીં પરંતુ અન્ય કોઈ કારણથી. સતીશ શાહ લંડનના એરપોર્ટ ( london heathrow airport ) પર જાતિવાદનો ( racist comment ) શિકાર બન્યા અને પછી તેમણે એવો જવાબ આપ્યો કે સ્ટાફની બોલતી બંધ થઈ ગઈ. ચાલો જાણીએ આખરે શું છે સમગ્ર મામલો.

Join Our WhatsApp Community

 સતીશ શાહે કર્યું ટ્વીટ

સતીશ શાહે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટમાં જણાવ્યું છે કે લંડનના હીથ્રો એરપોર્ટ પર તેમને જોઈને એક સ્ટાફે તેમના પાર્ટનરને પૂછ્યું કે શું આ લોકો ફર્સ્ટ ક્લાસની ટિકિટ પણ ખરીદી શકે છે? આના પર તેણે મુંહતોડ જવાબ આપ્યો કે ‘કારણ કે અમે ભારતીય છીએ’. આ રીતે લંડનના હીથ્રો એરપોર્ટના સ્ટાફની બોલતી બંધ થઈ ગઈ. સતીશ શાહના આ ટ્વીટને ઘણા લોકો લાઈક અને રીટ્વીટ કરી રહ્યા છે. આ સાથે તેઓ તેમના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : સર્જરી બાદ જેરેમી રેનરની હાલત ગંભીર, અનિલ કપૂરે તેના મિત્ર માટે કરી પ્રાર્થના, આ સિરીઝ માં કર્યું હતું સાથે કામ

સતીશ શાહના ટ્વિટ પર પ્રતિક્રિયા

સતીશ શાહના આ ટ્વીટ પર ઘણા યુઝર્સ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘અમને તમારા પર ગર્વ છે સતીશ ભાઈ.’ એક યુઝરે લખ્યું છે કે, ‘આગલી વખતે વધુ એક લાઇન કહો કે આજે તે લોકો જે કંઈ પણ પરવડી શકે છે તે માત્ર ભારતના પૈસાના કારણે છે, જે તેમના વડવાઓએ અહીંથી લૂંટ્યા હતા.’ એક યુઝરે લખ્યું છે, ‘તમે બિલકુલ સાચા છો સર.’ એક યુઝરે લખ્યું છે કે, ‘આ અંગ્રેજો ક્યારેય સુધરશે નહીં.’સતીશ શાહના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે ફિલ્મોની સાથે સાથે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. સતીશ શાહ છેલ્લે વર્ષ 2014માં આવેલી ફિલ્મ ‘હમશકલ્સ’માં જોવા મળ્યા હતા, જ્યારે સતીશ શાહે વર્ષ 2017માં ‘સારાભાઈ Vs સારાભાઈ’માં કામ કર્યું હતું.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version