News Continuous Bureau | Mumbai
Rohit Shetty Security Update:બોલિવૂડના પ્રખ્યાત ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિંગ બાદ મનોરંજન જગતમાં ખળભળાટ મચી ગયો છે. અજ્ઞાત હુમલાખોરો દ્વારા ચાર રાઉન્ડ ફાયરિંગની ઘટના અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેની જવાબદારી સ્વીકાર્યા બાદ હવે રોહિત શેટ્ટીની સુરક્ષા કડક કરવામાં આવી છે. આ સુરક્ષા વ્યવસ્થા માત્ર તેમના ઘર પૂરતી મર્યાદિત નથી, પરંતુ હવે તેમની આગામી ફિલ્મ ‘ગોલમાલ 5’ ના શૂટિંગ સેટ પર પણ નવા અને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Akshay Khanna Dance video: ‘રહેમાન ડકૈત’નો અસલી અંદાજ: અક્ષય ખન્નાનો ‘છૈયા છૈયા’ ગીત પર ડાન્સ કરતો જૂનો વીડિયો થયો વાયરલ
શૂટિંગ સેટ પર 60 થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 15 ફેબ્રુઆરીથી ‘ગોલમાલ 5’ નું શૂટિંગ શરૂ થવાનું છે. આ સેટ પર રોહિત શેટ્ટીની સુરક્ષા માટે 60 થી વધુ ખાનગી સુરક્ષાકર્મીઓ અને પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સેટ પર આવતી દરેક ગાડી પર કડક નજર રાખવામાં આવશે અને વેનિટી વેન માં પ્રવેશતા પહેલા પણ તેની સઘન તપાસ કરવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને શૂટિંગ લોકેશનની જાણકારી પણ અત્યંત મર્યાદિત લોકોને જ આપવામાં આવશે.
View this post on Instagram
હવે રોહિત શેટ્ટીના સેટ પર કોઈ પણ વ્યક્તિ સીધી એન્ટ્રી લઈ શકશે નહીં. સેટ પર આવનારા જુનિયર આર્ટિસ્ટથી લઈને ક્રૂ મેમ્બર્સ સુધીના દરેક વ્યક્તિએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને તેમના આઈડી કાર્ડ વેરીફાઈ કરાવવા પડશે. રોહિત શેટ્ટીની નજીક જવાની પરવાનગી પણ માત્ર ગણતરીના લોકોને જ આપવામાં આવી છે. શૂટિંગ દરમિયાન કોલ શીટને પણ કડકાઈથી મેનેજ કરવામાં આવશે.સુરક્ષાના કારણોસર રોહિત શેટ્ટીએ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયા પર આધારિત ફિલ્મનું કામ હાલ હોલ્ડ પર રાખ્યું છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું માત્ર બે અઠવાડિયાનું શૂટિંગ બાકી છે, જે પરિસ્થિતિ સામાન્ય થયા બાદ પૂર્ણ કરવામાં આવશે. હાલમાં રોહિત શેટ્ટીની સ્પેશિયલ ટીમ આ ફાયરિંગ કેસની તપાસ કરી રહી છે અને ડાયરેક્ટરની સુરક્ષા પર કોઈ બાંધછોડ કરવામાં આવી રહી નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)