ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન 2021
શનિવાર
બૉલિવુડની ટોચની અભિનેત્રી શબાના આઝમી ઑનલાઇન ફ્રૉડનો શિકાર બની છે. શબાના આઝમીએ ગુરુવારે ટ્વિટર પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તે એક ઑનલાઇન પ્લૅટફૉર્મ દ્વારા ઠગાઈ થઈ હતી. શબાના આઝમીએ ઑનલાઇન ડિલિવરી કરવાવાળા પ્લૅટફૉર્મ પર તેણે આઇટમનો ઑર્ડર કર્યો હતો અને સાથોસાથ ઑર્ડરના પૈસા પણ ચૂકવી દીધા હતા, પરંતુ હજુ સુધી તેમને એ આઇટમની ડિલિવરી મળી નથી.
શબાના આઝમીએ ટ્વિટર ઉપર લખ્યું છે કે “સાવધાન; મને કેટલાક લોકોએ છેતરી છે. મેં ઑનલાઇન આઇટમનો ઑર્ડર આપ્યો હતો અને પેમેન્ટ પણ કરી દીધું હતું પરંતુ હજુ સુધી મને તે આઇટમની ડિલિવરી થઈ નથી. તદુપરાંત તે લોકોએ મારો ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો છે.” શબાના આઝમીએ તેમણે કરેલા ઑનલાઇન ટ્રાન્ઝેક્શનની જાણકારી પણ ટ્વિટર ઉપર આપી હતી. શબાના આઝમીએ જણાવ્યું કે તે ઑનલાઇન છેતરપિંડીનો શિકાર થઈ છે. સાથે જ તેણે જણાવ્યું કે આની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ પણ કરી છે.
સીતાના રોલ માટે કરીના કપૂર કે આલિયા ભટ્ટ નહીં, પરંતુ આ ઍક્ટ્રેસ છે રાઇટરની પહેલી પસંદ; જાણો વિગત
આથી અગાઉ બૉલિવુડના કલાકારો જેવા કે અક્ષય ખન્ના, નરગીસ ફખરી, કરણ સિંહ ગ્રોવર પણ ઑનલાઇન ફ્રૉડનો શિકાર બની ચૂક્યા છે.