News Continuous Bureau | Mumbai
શાહરુખ ખાન ની આ વર્ષ ની તેની ત્રીજી ફિલ્મ ડંકી આજે રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને લઇ ને ચાહકો માં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ચાહકો નો ક્રેઝ જોતા લાગી રહ્યું છે કે શાહરુખ ખાન ની આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થશે.આ ફિલ્મ મુંબઈના સિનેમાઘરોમાં અન્ય શહેરોના રિલીઝના સમય પહેલા રિલીઝ થઈ ગઈ છે. મુંબઈ માં ફિલ્મ ડંકી સવારે 5.55 વાગ્યે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.હવે સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં લોકો ડંકી ના ગીત લૂટ પૂટ ગયા પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
સવાર ના 5.55 ના શો માં જોવા મળ્યો ચાહકો નો ક્રેઝ
મુંબઈ માં શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નો પહેલો શો સવારે 5.55 નો રાખવામાં આવ્યો હતો. આ ફિલ્મ જોવા ઘણા લોકો આવ્યા હતા.આ શો હાઉસફુલ હતો. હવે થિયેટર ની અંદર ના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં ચાહકો ઢોલ ના તાલે નાચતા જોવા મળ્યા હતા. તેમજ ચાહકો થિયેટરની અંદર ચિચિયારીઓ પાડતા તેમજ પાર્ટી પોપર પણ ફોડતા જોવા મળ્યા હતા.
UNMATCHED 🔥#SRK fans crazy for the movie #Dunki & dancing
on #LutPutGaya which made the theatre a
stadium 🫡🔥
The media also coudnt stop themselves to see
that craze for #Dunki@iamsrk #ShahRuhKhan#DunkiFirstDayFirstShow pic.twitter.com/soEdZE4eVw— BOLLYWOOD KA BAAP SRK 🇵🇸 (@DazzlingAffu) December 21, 2023
શાહરૂખ ખાનની આ પહેલી ફિલ્મ છે જેનો શો આટલી વહેલી સવારે રાખવામાં આવ્યો હતો. શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી માં તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે
આ સમાચાર પણ વાંચો : TMKOC Jethalal: જેઠાલાલ ના રીયલ લાઈફ પુત્ર ના લગ્ન માં પહોંચી તેની રીલ લાઈફ પત્ની,તારક મહેતા ની સ્ટારકાસ્ટ સાથે ની તસવીર થઇ વાયરલ