Site icon

Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ને લઈને ફેન્સમાં જોવા મળ્યો જબરજસ્ત ક્રેઝ, સવાર ના 5.55 ના શો માં ચાહકો એ થિયેટર માં કર્યું આ કામ

Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી આજે રિલીઝ થઇ ગઈ છે. લોકો શાહરુખ ખાન ની ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે હવે મુંબઈના એક સિનેમા હોલમાંથી ચાહકોના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

shah rukh khan fans celebrate at 5 55 am dunki show in mumbai

shah rukh khan fans celebrate at 5 55 am dunki show in mumbai

News Continuous Bureau | Mumbai

શાહરુખ ખાન ની આ વર્ષ ની તેની ત્રીજી ફિલ્મ ડંકી આજે રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને લઇ ને ચાહકો માં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ચાહકો નો ક્રેઝ જોતા લાગી રહ્યું છે કે શાહરુખ ખાન ની આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થશે.આ ફિલ્મ મુંબઈના સિનેમાઘરોમાં અન્ય શહેરોના રિલીઝના સમય પહેલા રિલીઝ થઈ ગઈ છે. મુંબઈ માં ફિલ્મ ડંકી સવારે 5.55 વાગ્યે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.હવે સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં લોકો ડંકી ના ગીત લૂટ પૂટ ગયા પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Community

 

સવાર ના 5.55 ના શો માં જોવા મળ્યો ચાહકો નો ક્રેઝ 

મુંબઈ માં શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નો પહેલો શો સવારે 5.55 નો રાખવામાં આવ્યો હતો. આ ફિલ્મ જોવા ઘણા લોકો આવ્યા હતા.આ શો હાઉસફુલ હતો. હવે થિયેટર ની અંદર ના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં ચાહકો ઢોલ ના તાલે નાચતા જોવા મળ્યા હતા. તેમજ ચાહકો થિયેટરની અંદર ચિચિયારીઓ પાડતા તેમજ પાર્ટી પોપર પણ ફોડતા જોવા મળ્યા હતા.


 

શાહરૂખ ખાનની આ પહેલી ફિલ્મ છે જેનો શો આટલી વહેલી સવારે રાખવામાં આવ્યો હતો. શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી માં તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે

આ સમાચાર પણ વાંચો : TMKOC Jethalal: જેઠાલાલ ના રીયલ લાઈફ પુત્ર ના લગ્ન માં પહોંચી તેની રીલ લાઈફ પત્ની,તારક મહેતા ની સ્ટારકાસ્ટ સાથે ની તસવીર થઇ વાયરલ

The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
‘Bhabiji Ghar Par Hain’: હવે મોટા પડદા પર જામશે કોમેડીનો રંગ: ‘ભાભી જી ઘર પર હૈ…’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે આવશે થિયેટરમાં
‘Tu Yaa Main’ Teaser: શનાયા કપૂરની ફિલ્મ ‘તૂ યા મૈં’નું ટીઝર રિલીઝ: મોત સામેની જંગમાં જોવા મળશે રોમાંચ, વેલેન્ટાઈન ડે પર શાહિદ કપૂર સાથે થશે ટક્કર
Exit mobile version