Site icon

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ, આ કારણોસર મુંબઈ પોલીસની લેવી પડી મદદ

ટ્વિટર પર શાહરૂખ ખાનની 'જવાન'ની ક્લિપ કોઈએ અપલોડ કર્યા બાદ શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

shah rukh khan jawan movie clips leaked online

shah rukh khan jawan movie clips leaked online

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન ફિલ્મ ‘પઠાણ’ બાદ હવે ‘જવાન’થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ફરી એકવાર ફિલ્મ ‘જવાન’માં મોટા પડદા પર એક્શન કરતો જોવા મળશે. પરંતુ આ દરમિયાન કિંગ ખાનની આ ફિલ્મનો એક વીડિયો ઈન્ટરનેટ પર લીક થયો છે. જે બાદ દરેક જગ્યાએ આની ચર્ચા થઈ રહી છે.

Join Our WhatsApp Community

 

ફિલ્મ ‘જવાન’ ના એક સીન ની ક્લિપ લીક થઈ

ફિલ્મ ‘જવાન’ના બીજા ગીત ‘છલેયા’નો ફર્સ્ટ લૂક ગત દિવસે રિલીઝ કરવામાં આવ્યો હતો. જેને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. આ દરમિયાન કોઈએ ફિલ્મનો એક સીન ચોરીને સોશિયલ મીડિયા પર લીક કરી દીધો છે. જે બાદ શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. પ્રોડક્શન હાઉસનું કહેવું છે કે ‘જવાન’ના શૂટિંગ દરમિયાન પણ ફિલ્મના સેટ પર ફોન અને અન્ય કોઈ રેકોર્ડિંગ ડિવાઇસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આમ છતાં ફિલ્મની ક્લિપ વાયરલ થઈ છે. જેના કારણે ફિલ્મમાંથી કલાકારોના લુક્સ લીક ​​થઈ ગયા છે. તેનાથી ફિલ્મ પ્રમોશન સ્ટ્રેટેજી પર ખરાબ અસર પડી રહી છે.

 

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: બોરીવલીનું રાજનૈતિક ગણીત બદલાયું…. આ વરિષ્ઠ શિવસૈનિક એકનાથ શિંદે ગ્રુપમાં શામેલ.. શિવસેના ઠાકરે જૂથને લાગ્યો મોટો ફટકો.. જાણો વિગતવાર અહીં..

 

શાહરુખ ખાન ના પ્રોડેકશન હાઉસે પોલીસ માં નોંધાવી ફરિયાદ

રિપોર્ટ અનુસાર, ‘જવાન’ની ક્લિપ 5 ટ્વિટર એકાઉન્ટ્સથી શેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમામને લીગલ નોટિસ મોકલવામાં આવી છે. પોલીસે આઈપીસીની કલમ 379 (ચોરી) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની 43(બી) હેઠળ કેસ નોંધ્યો છે. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બર 2023 ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં વિશ્વભરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં નયનતારા શાહરૂખ ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સાઉથ ડાયરેક્ટર એટલી દ્વારા કરવામાં આવ્યું છે.

 

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version