બોલિવૂડનો ‘કિંગખાન’ એટલે કે શાહરૂખ ખાન ( shah rukh khan ) આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ને કારણે હેડલાઇન્સમાં છે. આ ફિલ્મના પહેલા ગીત ‘બેશરમ રંગ’ પરથી સ્પષ્ટ થાય છે કે 57 વર્ષીય શાહરૂખ આજે પણ રોમાન્સનો બાદશાહ છે. કિંગ ખાનના ચાહકો ઘણા સમયથી આતુર છે કે તેનો પુત્ર આર્યન ખાન ( aryan khan ) પણ સ્ક્રીન પર આવો જ જાદુ ચલાવી શકે છે કે કેમ. જોકે, આર્યનનો રસ બીજે છે. તાજેતરમાં આર્યન ખાને જાહેરાત કરી છે કે તે માર્કેટ માં પ્રીમિયમ વોડકા ( liquor business ) બ્રાન્ડ લોન્ચ કરી રહ્યો છે. એટલે કે આર્યનને બિઝનેસમેન બનવામાં રસ છે.
આર્યન ખાનની વોડકા બ્રાન્ડ
આર્યન ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટર બનવાની શરૂઆત કરી છે અને હવે તે બિઝનેસની દુનિયામાં પણ આવી ગયો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આર્યન વિદેશમાં દારૂ વેચવાનો બિઝનેસ કરતો જોવા મળશે. 25 વર્ષની ઉંમરે, આર્યન ખાન, તેના બિઝનેસ પાર્ટનર્સ, બંટી સિંઘ અને લેટી બ્લેગોએવા સાથે, ભારતમાં ડી’યાવોલ નામની પ્રીમિયમ વોડકા બ્રાન્ડ શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: ‘અવતાર ધ વે ઓફ વોટર’ ના ડાયરેક્ટર જેમ્સ કેમરોન ને ફિલ્મ ની રિલીઝ પહેલા જ થઇ આ બીમારી, પોતાની જ ફિલ્મના પ્રીમિયરનો ભાગ ન બની શક્યા
ડીલ થઇ ફાઇનલ
આર્યન ખાને બંટી અને લેટ્ટી સાથે મળીને સ્લેબ વેન્ચર્સ નામની કંપની સ્થાપી છે. આ કંપની ડી’યાવોલ વોડકા બ્રાન્ડ લોન્ચ કરશે. પોતાના બિઝનેસની શરૂઆતમાં જ આર્યનને આવી ડીલ મળી છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. તેણે પોતાની બ્રાન્ડને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે વિશ્વની સૌથી મોટી અને જાણીતી કંપની સાથે જોડાણ કર્યું છે.આર્યન અને તેના ભાગીદારોએ વિશ્વની સૌથી મોટી લિકર કંપની AB InBev ના ભારતીય યુનિટ સાથે જોડાણ કર્યું છે. આ કંપની કોરોના જેવી બીયર બ્રાન્ડનું વિતરણ અને માર્કેટિંગ કરે છે અને હવે તે આર્યનની વોડકા બ્રાન્ડ માટે કામ કરશે.
