ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
સેશન્સ કોર્ટે બુધવારે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને અન્ય બે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન અરજી ફગાવી દેવાયા બાદ આર્યન ખાન આઘાત અને અસ્વસ્થ છે. આ વચ્ચે શાહરુખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યા છે. શાહરુખ સવારે 9.15 વાગ્યે આર્થર જેલ પહોંચ્યો અને મુલાકાતીઓની લાઇનમાંથી અંદર ગયા.
ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત છે જ્યારે શાહરુખ જેલમાં બંધ આર્યન ખાનને મળવા આવ્યા છે. અગાઉ તેમણે આર્યન ખાન સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ અંદર જેલ પ્રશાસન સાથે પણ વાત કરી શકે છે.