ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર, 2021
મંગળવાર
બોલીવૂડ એક્ટર શાહિદ કપૂર પોતાની આવનારી નવી ફિલ્મ 'જર્સી'ને લઈને ઘણો ઉત્સાહિત છે, ગૌતમ તિન્નનુરીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં શાહિદની સાથે મૃણાલ ઠાકુર તથા પંકજ કપૂર છે. ફિલ્મમાં મૃણાલ, શાહિદની પત્નીના રોલમાં છે, જ્યારે પંકજ કપૂર ક્રિકેટ કોચના રોલમાં છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે એક ખેલાડી ક્રિકેટ છોડી દે છે અને દીકરાની જર્સી ખરીદવા માટે બીજીવાર મેદાનમાં આવે છે. શાહિદની આ ફિલ્મ 31 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. 'જર્સી' તેલુગુ ફિલ્મની હિંદી રીમેક છે. તેલુગુ ફિલ્મને ગૌતમ તિન્નનુરીએ ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં સાઉથસુપરસ્ટાર નવીન બાબુ (નાની)એ લીડ રોલ પ્લે કર્યો હતો પોતાની આવનારી નવી ફિલ્મ વિશે વાત કરતા શહીદે ખુલાસો કર્યો છે કે ફિલ્મ 'જર્સી'ના શૂટિંગ દરમિયાન તેના નીચેના હોઠ પર બોલ વાગ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. શનિવારે એક્ટરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લાઈવ સેશનનું આયોજન કર્યું હતું. અભિનેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, મારા નીચલા હોઠ પર બોલ વાગ્યો હતો અને તેના કારણે અમારે બે મહિના માટે શૂટિંગ બંધ કરવું પડ્યું હતું. મને લગભગ 25 ટાંકા આવ્યા હતા. મારા હોઠને સામાન્ય થવામાં ત્રણ મહિના લાગ્યા હતા જો કે હજી પણ મારા હોઠ સામાન્ય લાગતા નથી. મારા હોઠ પર એક ભાગ છે જે મને લાગે છે કે મરી ગયો છે. હું તેને હલાવી શકતો નથી. મેં આ ફિલ્મ માટે મારું લોહી આપ્યું છે.
અનિલ કપૂરે જર્મનીમાં અકિલિસ ટેન્ડનની ટ્રીટમેન્ટ કરાવી
ઇન્સ્તાગ્રામ હન્દ્લે પર લાઈવ શેસન માં શહિદે ફેન્સના દરેક સવાલના જવાબ આપ્યા અને સાથે જર્સીના શૂટિંગ દરમિયાનનો અનુભવ પણ શેર કર્યો. શાહિદને તેના ફેન્સે પૂછ્યું હતું કે જર્સીના શૂટિંગ દરમિયાન ટ્રેનિંગનો અનુભવ કેવો રહ્યો. આ બાબતે શાહીદે ખુલાસો કર્યો કે તેની સાથે ટ્રેનિંગ દરમિયાન એક ખરાબ ઘટના બની હતી. તેના હોઠ પર ઈજા થઈ હતી, જેના કારણે તેને લગભગ 25 ટાંકા આવ્યા હતા. શાહિદે તેની સામે ફેન્સની તે ઈજા પણ બતાવી. શાહિદે આ ફિલ્મના ટ્રેનિંગ સેશન દરમિયાન જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે તેના ફેન્સ સાથે શેર કરી હતી.
આવનારી નવી ફિલ્મ 'જર્સી'નું ટ્રેલર રિલીઝ બાદ શાહિદે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'કબીર સિંહ'ની શાનદાર સફળતા બાદ તે આ ફિલ્મ માટે અનેક લોકો પાસે ગયો હતો અને તેમને 'જર્સી' બનાવવાનો આગ્રહ કર્યો હતો. જોકે, કોઈએ તેની વાત ગંભીરતાથી લીધી નહીં