Site icon

Baazigar 2: શાહરુખ ખાન અને કાજોલ ની આ બ્લોકબસ્ટર ફિલ્મ ની બનવા જઈ રહી છે સિક્વલ, નિર્માતા એ પોતે કરી પુષ્ટિ

Baazigar 2: શાહરુખ ખાન અને કાજોલે ફિલ્મ બાજીગર માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બ્લોકબસ્ટર ફિલ્મ રહી હતી હવે આ ફિલ્મ ની સિક્વલ બનવા જઈ રહી છે.

shahrukh khan and kajol blockbuster film baazigar is going to have a sequel producer ratan jain confirmed it

shahrukh khan and kajol blockbuster film baazigar is going to have a sequel producer ratan jain confirmed it

News Continuous Bureau | Mumbai

Baazigar 2: શાહરુખ ખાન અને કાજોલ ની જોડી લોકો ને ખુબ પસંદ આવે છે. શાહરુખ અને કાજોલે ફિલ્મ બાજીગર માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ માં તેમની સાથે શિલ્પા શેટ્ટી પણ હતી. આ ફિલ્મ વર્ષ 1993 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. હવે આ ફિલ્મ ના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ફિલ્મ બાજીગર ની સિક્વલ બનવા જઈ રહી છે અને તેની પુષ્ટિ ફિલ્મ ના નિર્માતા રતન જૈન એ પોતે કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 કે પછી સિંઘમ અગેન, જાણો 10માં દિવસે કઈ ફિલ્મ નીકળી આગળ

બાજીગર ની સિક્વલ 

એક મીડિયા હાઉસ સાથે ના ઇન્ટરવ્યૂ દરમિયાન બાજીગર ના નિર્માતા રતન જૈન એ કહ્યું, ‘અમે આ ફિલ્મ વિશે શાહરુખ ખાન સાથે છેલ્લા કેટલાક સમયથી વાત કરી રહ્યા છીએ. જોકે, હજુ સુધી ફિલ્મ બાજીગર 2ની સ્ક્રિપ્ટ પર કોઈ ખાસ કામ કરવામાં આવ્યું નથી. જો કે એ ચોક્કસ છે કે આવનારા સમયમાં તમે  બાજીગર ની સિક્વલ જોઈ શકશો. હાલમાં અમારી ટીમ એક સારી વાર્તા પર કામ કરી રહી છે જેથી કરીને અમે બાજીગર ની લેગસી જાળવી શકીએ.’


રતન જૈન ની આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે બાજીગર ની સિક્વલ માં પણ શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahrukh and Gauri love story: નીલમ કોઠારીએ શાહરૂખ અને ગૌરીના સંબંધોને લઈને કર્યો મોટો ધડાકો, વર્ષો જૂનું રહસ્ય આવ્યું સામે
Rajeev Khandelwal: ટીવીનો સુપરસ્ટાર રાજીવ ખંડેલવાલ હવે બન્યો વકીલ! શું એક્ટરે ગ્લેમરની દુનિયાને હંમેશા માટે કહી દીધું છે અલવિદા?
Anupamaa Upcoming Twist: અનુપમા માં હાઈ-વોલ્ટેજ ડ્રામા: અનુપમા પર લાઠીથી હુમલો, શું તે ચૉલના રહેવાસીઓના ઘર બચાવી શકશે?
Akshay Khanna Dance video: ‘રહેમાન ડકૈત’નો અસલી અંદાજ: અક્ષય ખન્નાનો ‘છૈયા છૈયા’ ગીત પર ડાન્સ કરતો જૂનો વીડિયો થયો વાયરલ
Exit mobile version