News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર (bollywood actor)શાહરૂખ ખાને (Shahrukh Khan) ઘણા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂરી બનાવી રાખી છે. તે મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલા શાહરૂખે ટીઝર રિલીઝ કરીને તેની આગામી ફિલ્મ 'પઠાણ' (Pathan) ની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. હવે શાહરૂખે તેની બીજી ફિલ્મની જાહેરાત કરી છે.લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે શાહરૂખ ખાનની (Shahrukh Khan) નવી ફિલ્મની પુષ્ટિ થયેલ વિગતો સામે આવી છે. બોલિવૂડનો 'બાદશાહ' (Bollywood badshah) ખાન રાજકુમાર હિરાની (Rajkumar Hirani) સાથે ફિલ્મ કરવા જઈ રહ્યો છે. જેનું નામ 'ડંકી' (Dunki) છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.
બોલિવૂડના બે મોટા કલાકારો એક ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. પ્રશંસકો તેના વિશે ખૂબ જ ઉત્સુક છે. 'ડંકી' (Dunki) શીર્ષકની ઘોષણા સાથે, નિર્માતાઓએ એક વિડિઓ (video) શેર કર્યો અને ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરી. ફની વીડિયોમાં શાહરૂખ ખાન(Shahrukh Khan) અને રાજકુમાર હિરાની(Rajkumar Hirani) જોવા મળી રહ્યા છે. વીડિયોમાં, શાહરૂખ ખાન રાજકુમાર હિરાનીની ફિલ્મો 3 ઈડિયટ્સ, (3 ideots)મુન્નાભાઈ (Munnabhai MBBS) ફ્રેન્ચાઈઝી, પીકે (PK)અને સંજુ (Sanju) જોઈને નિસાસો નાખે છે. ત્યારે રાજકુમાર હિરાની તેની પાસે આવે છે અને કહે છે કે તમે શું જોઈ રહ્યા છો શાહરૂખ ત્યારે શાહરૂખ કહે છે, સર, મારા માટે પણ કંઈક આવું જ છે.ત્યારે હીરાની કહે છે, 'સર, મારી પાસે એક સ્ક્રિપ્ટ છે.' જેના પર અભિનેતાએ પૂછ્યું, 'કોમેડી છે.' જેના પર દિગ્દર્શક ઘણું બધું બોલે છે. આગળ શું થાય છે તે જાણવા માટે જુઓ આ વીડિયો..
Dear @RajkumarHirani sir, Aap toh Mere Santa Claus nikle. Aap shuru karo main time pe pahunch jaunga. actually main toh set par hi rehne lagunga. Feeling humbled & excited to finally work with you.Bringing to you all #Dunki in cinemas on 22nd December 2023https://t.co/KIqj8LfJEg
— Shah Rukh Khan (@iamsrk) April 19, 2022
આ વીડિયો (video) શેર કરતા શાહરૂખ ખાને (Shahrukh Khan) લખ્યું, 'પ્રિય રાજકુમાર હિરાણી સર 9Rajkumar Hirani), તમે મારા માટે સાન્તાક્લોઝ બન્યા. તમે શરુ કરો હું સમયસર પહોંચી જઈશ. વાસ્તવમાં હું સેટ પર જ રહીશ. આખરે તમારી સાથે કામ કરવા બદલ હું નમ્ર અને ઉત્સાહિત અનુભવું છું. 22મી ડિસેમ્બર 2023ના રોજ થિયેટરોમાં તમારા બધા માટે #ડંકી (Dunki) લાવીએ છીએ.'
આ સમાચાર પણ વાંચો : IPL સાથે જોડાયેલા અનેક રહસ્યો ફિલ્મી પડદે ખુલશે, ઇન્ડિયન પ્રીમિયર લીગ ના ફાઉન્ડર પર બનશે ફિલ્મ
મીડિયા રિપોર્ટ્સ (media reports) અનુસાર, રાજકુમાર હિરાનીની (Rajkumar Hirani) આ ફિલ્મ 'ડોન્કી ફ્લાઇટ'ના કોન્સેપ્ટ સાથે સંબંધિત હશે. આનો અર્થ એ છે કે દેશમાં ગેરકાયદેસર રીતે શોધવાનો પ્રયાસ કરવો. Jio સ્ટુડિયો, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને રાજકુમાર હિરાની ફિલ્મ્સ સાથે મળીને ડંકી (Dunki) બનાવવા જઈ રહ્યા છે. તાપસી પન્નુ (Tapsi Pannu) આ ફિલ્મમાં શાહરૂખની સામે જોવા મળશે.