News Continuous Bureau | Mumbai
Shahrukh khan: 26 નવેમ્બર 2008 એ મુંબઈ માટે સૌથી ગોઝારો દિવસ હતો. આ દિવસે મુંબઈ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા. હવે આ હુમલા ને 15 વર્ષ થઇ ગયા છે તેમ છતાં લોકો ના મન માંથી આ દિવસ ભુલાયો નથી.આ દુઃખદ દિવસે, સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી, લોકો મુંબઈ હુમલામાં શહીદ થયેલા લોકોને વિવિધ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હવે આ કડી માં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનું નામ પણ સામેલ છે.
શાહરુખ ખાને આપી શહીદો ને શ્રદ્ધાંજલિ
ગઈકાલે મુંબઈ પર આતંકી હુમલો થયા ને 15 વર્ષ વીતી ગયા હતા.મુંબઈ હુમલાની 15મી વર્ષગાંઠ નિમિત્તે, અમૃતા ફડણવીસે દિવ્યજ ફાઉન્ડેશન હેઠળ 26/11ના નાયકોને શ્રદ્ધાંજલિ આપતા ગેટવે ઑફ ઈન્ડિયા ખાતે વૈશ્વિક શાંતિ સન્માનનું આયોજન કર્યું હતું. આ અવસર પર શાહરૂખ ખાનની સાથે અન્ય ઘણા સેલેબ્સ પણ હાજર હતા. ઈવેન્ટમાં શાહરુખ ખાન તેની મેનેજર પૂજા દદ્લાની સાથે પહોંચ્યો હતો. પહેલા તો શાહરુખ ખાન શહીદોના પરિવારજનોને મળ્યોઅને પછી તેમને આદરપૂર્વક પ્રણામ પણ કર્યા. હવે આ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
શાહરુખ ખાન ની આ વિનમ્રતા જોઈ ચાહકો કિંગ ખાન ના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી શાહરૂખ ખાન ઉપરાંત શરદ કેલકર, મનીષા કોઈરાલા અને ટાઈગર શ્રોફ હાજર રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: બિગ બોસ 17 નો વિકેન્ડ કા વાર એપિસોડ હશે ખાસ, બોલિવૂડ સેલેબ્સ ના બીએફએફ ગણાતા આ વ્યક્તિ ની થશે એન્ટ્રી
