Site icon

કોરોના મહામારીને કારણે બેરોજગાર થઇ ગયેલા શાહરૂખ ખાન ને તેની પત્ની ગૌરી ની કમાણી જોઈ અભિનેતા ના CAએ SRKને આપી હતી આ સલાહ-કરણ જોહરે કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai

‘ફેબ્યુલસ લાઇફ ઑફ બૉલીવુડ વાઇવ્ઝ’ (fabulous life of bollywood wifes)વેબ સીરિઝ ફરી એકવાર પાછી આવી છે. પ્રથમ સીઝનને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો અને બીજી સીઝન નેટફ્લિક્સ(Netflix) પર પ્રસારિત કરવામાં આવી રહી છે. એક એપિસોડમાં, કરણ જોહર શાહરૂખ ખાન સાથે થયેલ વાતચીત વિશે વાત કરતો જોવા મળ્યો હતો, જેમાં ગૌરી ખાનનો(Gauri Khan) ઉલ્લેખ છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, ‘ફેબ્યુલસ લાઇફ ઑફ બૉલીવુડ વાઇવ્ઝ’ સીઝન 2 ના એક એપિસોડમાં, કરણ જોહર ગૌરી ખાન અને મહિપ કપૂર સાથે વાત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે શાહરૂખ ખાને તેને ગૌરી વિશે એક રસપ્રદ(interesting story) વાત કહી હતી. કરણે કહ્યું કે એક દિવસ શાહરુખે મને ખૂબ હસાવ્યો. તેણે કહ્યું કે જ્યારથી કોરોના મહામારી(Corona) આવી છે ત્યારથી ગૌરી ઘરની એકમાત્ર કમાણી(income) કરનાર સભ્ય છે. તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે(CA) ફોન કરીને કહ્યું કે તમે તમારી પત્ની પાસેથી કેમ કંઈ શીખતા નથી. તે ઘરની એકમાત્ર નફાકારક(profitable member) સભ્ય છે."ગૌરી આ સાંભળે છે અને કહે છે, “તેને આ બધી વાતો કહેવી ગમે છે. તે મને થોડી હાઈપ કરવાનું પસંદ કરે છે. આના પર કરણે શાહરૂખની વાતને સમર્થન આપતા કહ્યું કે તમે આમ કરતા રહો, તે રસપ્રદ છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન ઈન્ટીરિયર ડિઝાઈનર(interior designer) છે.કોરોના મહામારીમાં જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત અનેક ઈન્ડસ્ટ્રીઝને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો ધંધો ફૂલ્યો ફાલ્યો હતો. કારણ કે લોકડાઉન દરમિયાન લોકો તેમના ઘરોમાં કેદ હતા અને આ દરમિયાન તેઓ તેમાં ઘણા ફેરફાર કરી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : બ્રહ્માસ્ત્ર નો ડિરેક્ટર અયાન મુખર્જી છે દિગ્ગજ ગાયક કિશોર કુમારનો સંબંધી -કાજોલ અને રાની નો છે તે પિતરાઈ ભાઈ- વારસામાં મળી છે ફિલ્મો બનાવવાની ક્ષમતા-જાણો તેના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે

‘ફેબ્યુલસ લાઇફ ઑફ બૉલીવુડ વાઇવ્ઝ’ સિઝન 2 માં સંજય કપૂરની પત્ની મહિપ, ચંકી પાંડેની પત્ની ભાવના પાંડે, સોહેલ ખાનની ભૂતપૂર્વ પત્ની સીમા સજદેહ અને સમીર સોનીની પત્ની અને અભિનેત્રી નીલમ કોઠારી જોવા મળશે. ગૌરી ખાન અને કરણ જોહર તેમાં ગેસ્ટ અપિયરન્સમાં(guest appearance) જોવા મળશે.આ દિવસોમાં શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ને લઈને ચર્ચામાં છે. પઠાણમાં શાહરૂખ સાથે દીપિકા પાદુકોણ જોવા મળશે. તે એટલીની ફિલ્મ ‘જવાન’માં સાઉથની અભિનેત્રી નયનતારા સાથે કામ કરી રહ્યો છે. તે તાપસી પન્નુ સાથે રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’માં પણ જોવા મળશે.

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version