News Continuous Bureau | Mumbai
Shahrukh khan: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થઇ રહી છે. શાહરુખ ખાન જોરશોર થી તેની ફિલ્મ ડંકી નું પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન શાહરુખ ખાન તેની ફિલ્મ ડંકી નું પ્રમોશન કરવા દુબઇ પહોંચ્યો હતો. જ્યાંથી ઘણા ફોટો અને વિડીયો વાયરલ થયા હતા.આ બધા ની વચ્ચે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે શાહરુખ ખાન ના સિક્યુરિટી ગાર્ડ માટે ચિંતા નો વિષય બન્યો હતો.
શાહરુખ ખાન નો વાયરલ થયો વિડીયો
દુબઈમાં શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ના પ્રમોશન માટે એક ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શાહરૂખ ખાન ઈવેન્ટ દરમિયાન પોતાના ફેન્સને મળે છે અને તેમની સાથે હાથ મિલાવે છે. શાહરૂખ ખાનને તેમની વચ્ચે જોઈને ચાહકો પાગલ થઈ જાય છે. આ દરમિયાન એક ફેને શાહરૂખ ખાનનો હાથ પકડી રાખ્યો હતો તે ફેન શાહરુખ ખાન નો હાથ છોડવા તૈયાર નહોતો વિડીયો માં જોઈ શકાય છે કે શાહરુખ ખાન તેનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.ફેન દ્વારા આવી હરકત જોઈ તેના સુરક્ષા કર્મી ની ચિંતા માં વધારો થયો હતો.
શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે રિલીઝ થશે આ ફિલ્મ માં શાહરુખ ખાન ની સાથે તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે.
આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ‘ડંકી’ એ એડવાન્સ બુકીંગ માં કરી અધધધ આટલા કરોડની કમાણી, ફિલ્મ ને યુએઈના સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ દરમિયાન મળ્યું આ સન્માન
