News Continuous Bureau | Mumbai
Dunki: અગાઉ શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ને લઇ ને એવા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મ ની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવે છે. હવે આને લઇ ને એક અપડેટ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાન ની ફિલ્મ ની તારીખ પોસ્ટપોન નથી થઇ. આ ચિલમ સમયસર એટલે કે ડિસેમ્બર માં ક્રિસમસ ના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ‘ડંકી’ના મેકર્સ હાલમાં ફિલ્મની રિલીઝ ડેટ પર નહીં પરંતુ ફિલ્મના ટીઝર પર કામ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાન તેમની ફિલ્મનું પ્રમોશન ખૂબ જ જલ્દી શરૂ કરશે.
ડંકી નું ટીઝર
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ‘ડંકી’ અને ‘સાલાર’ વચ્ચે કોઈ ટક્કર નહીં થાય કારણ કે શાહરૂખ ખાને ફિલ્મની રિલીઝ મોકૂફ રાખી છે. આવી સ્થિતિમાં, ફિલ્મ સમીક્ષકે એક પોસ્ટ જારી કરીને દાવો કર્યો છે કે ‘ડંકી’ને મુલતવી રાખવામાં આવી નથી. આટલું જ નહીં, તેણે ટીઝરને લગતું અપડેટ પણ આપ્યું. ફિલ્મ સમીક્ષકે લખ્યું કે, ‘શાહરુખ ખાનની ‘ડંકી’ મોકૂફ રાખવામાં આવી નથી. હા, ‘ડંકી’ ક્રિસમસના અવસર પર જ સિનેમાઘરોમાં આવશે. ‘ડંકી નું ટીઝર બહુ જલ્દી રિલીઝ થવાનું છે.
SRK – ‘DUNKI’ NOT POSTPONED… Yes, #Dunki is arriving on #Christmas2023… #DunkiTeaser releasing soon! #SRK #RajkumarHirani pic.twitter.com/kDShzPoRTu
— taran adarsh (@taran_adarsh) October 13, 2023
આ અગાઉ શાહરુખ ખાને પહેલેથી જ કહ્યું હતું કે તે પ્રજાસત્તાક દિવસ ‘પઠાણ’ સાથે, જન્માષ્ટમી પર ‘જવાન’ અને હવે ક્રિસમસ પર ‘ડંકી’ સાથે તેની ફિલ્મ લાવશે. ફિલ્મ ડંકી’ થી શાહરુખ ખાન અને રાજકુમાર હીરાની પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ પણ શાહરૂખ ખાન સાથે પહેલીવાર કામ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Salman khan tiger 3: ભારત-પાકિસ્તાન મેચ લાઈવ જોવા આવી રહ્યો છે ‘ટાઈગર’, સલમાન ખાને ચાહકોને આપ્યો ખાસ સંદેશ