News Continuous Bureau | Mumbai
Jawan Movie Song Release : સુપરસ્ટાર શાહરૂખ ખાનની(shahrukh khan) આગામી ફિલ્મ ‘જવાન’નું પહેલું ગીત ‘ઝિંદા બંદા'(Zinda banda) રિલીઝ(song release) કરવામાં આવ્યું છે. આ ગીતમાં શાહરૂખ ખાન તેની ગર્લ ગેંગ સાથે જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયાની(social media) પ્રતિક્રિયા જોઈને કહી શકાય કે કિંગ ખાન ફરી એકવાર પોતાના ચાર્મથી લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યો છે. ફિલ્મના ગીતો ખૂબ જ દેશી રાખવામાં આવ્યા છે જેથી તે લોકોની જીભ પર સરળતાથી ચઢી શકે.
શાહરુખ ખાન ની ફિલ્મ જવાન નું પહેલું ગીત થયું રિલીઝ
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’નું પહેલું ગીત રિલીઝ(Song release) થઈ ગયું છે. ગીતના બોલ ‘ઝિંદા બંદા’ છે જેમાં કિંગ ખાન હજારો મહિલા ડાન્સર્સ સાથે ડાન્સ કરતો જોવા મળે છે. એટલી દ્વારા નિર્દેશિત એક્શન-થ્રિલર ફિલ્મ જવાનનું આ પહેલું ડાન્સ નંબર ગીત છે. આ ગીતમાં શાહરૂખ ઉપરાંત અભિનેત્રી સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે. ગીતના કેટલાક સિક્વન્સ અને થીમ જોઈને તમને ‘લુંગી ડાન્સ’ યાદ આવી જશે. ખૂબ જ ડાર્ક બેકગ્રાઉન્ડમાં શૂટ કરાયેલા આ ગીતમાં શાહરૂખ ખાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. કિંગ ખાનના મરૂન શર્ટ લુક પર યુવતીઓ ઘાયલ થઇ જશે. આ જવાનનું દમદાર મોટિવેશનલ ગીત છે જેમાં કિંગ ખાને સ્મોકી ડાન્સ કર્યો છે.
ફિલ્મ જવાન ની સ્ટારકાસ્ટ
‘જવાન’ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે જેમાં સાઉથ અને બોલિવૂડ સ્ટાર્સ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત અભિનેત્રી નયનતારા, વિજય સેતુપતિ પણ છે. નયનતારા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. જેમાં દીપિકા પાદુકોણનો કેમિયો રોલ છે. ટ્રેલર પછી, ‘જવાન’નું પહેલું ગીત જોઈને ચાહકો ઉત્સાહિત થઈ જશે. આ ફિલ્મ આ વર્ષે 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : LPG Cylinder Price: ખુશખબર… ખુશખબર! ઓગસ્ટના પહેલા દિવસે આવ્યા સારા સમાચાર! LPG સિલિન્ડર 100 રૂપિયા સસ્તું થયું…. તમારા શહેરોમાં કેટલો છે રેટ ચેક કરો અહીં….
