Site icon

Shahrukh khan jawan: શાહરુખ ખાન ના ચાહકો માટે સારા સમાચાર,થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે આ ઓટીટી પર રિલીઝ થશે જવાન, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ

Shahrukh khan jawan: 'જવાન' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.અને રિલીઝ થયા બાદ તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન OTT પર રિલીઝ થવા જઈ રહી છે.

shahrukh khan film jawan will be released on netflix

shahrukh khan film jawan will be released on netflix

News Continuous Bureau | Mumbai

Shahrukh khan jawan: વર્ષ 2023 શાહરુખ ખાન નું રહ્યું છે તેમ કહીએ તો પણ ચાલે. આ વર્ષે શાહરુખ ખાન ની બે ફિલ્મો રિલીઝ થઇ અને બન્ને ફિલ્મો એ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ. પઠાણ બાદ શાહરૂખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. એક તરફ આ ફિલ્મે દેશમાં જોરદાર કમાણી કરી છે તો બીજી તરફ વિદેશમાં પણ સારું કલેક્શન કર્યું છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મની OTT રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

 

જવાન ની ઓટીટી રિલીઝ 

થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ ચાહકો શાહરૂખ ખાન ની ફિલ્મ જવાન ની ઓટિટિ રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જવાન 2 નવેમ્બરે નેટફ્લિક્સ પર પ્રીમિયર કરશે. આ દિવસે શાહરૂખનો જન્મદિવસ છે અને તેના જન્મદિવસ પર ચાહકોને સરપ્રાઈઝ મળશે. મીડિયા રિપોર્ટ્સ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે નેટફ્લિક્સે જવાનના OTT અધિકારો 250 કરોડ રૂપિયામાં ખરીદ્યા છ,. જોકે હજુ સુધી’જવાન’ની સત્તાવાર OTT રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ આ ફિલ્મ શાહરુખ ખાન ના જન્મદિવસે OTT પર રિલીઝ થશે તે નિશ્ચિત છે.

જવાન ની સ્ટારકાસ્ટ 

‘જવાન’માં શાહરૂખ ખાન, નયનથારા અને વિજય સેતુપતિ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા, જ્યારે દીપિકા પાદુકોણ અને સંજય દત્તે કેમિયો રોલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.’જવાન’માં શાહરૂખ ખાન, નયનથારા ઉપરાંત સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી, રિદ્ધિ ડોગરા, ગિરિજા ઓક, સુનીલ ગ્રોવર પણ છે.

આ  સમાચાર પણ વાંચો : Sushmita sen on aarya 3: ‘સિંહણ પાછી આવી રહી છે’, સુષ્મિતા સેને અલગ અંદાજ માં જાહેર કરી તેની વેબ સિરીઝ ‘આર્યા 3’ ની રિલીઝ ડેટ

Abhishek Bachchan: એક્ટિંગ ઉપરાંત કરોડોની કમાણી: અભિષેક બચ્ચનનું સ્પોર્ટ્સ અને રિયલ એસ્ટેટનું બિઝનેસ એમ્પાયર જાણીને ચોંકી જશો!
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા’ શો બંધ થવાના સમાચારો પર મેકર્સે અંતે આપી દીધું નિવેદન, જાણો શું છે હકીકત!
Dhurandhar : સંજય દત્તની ફૅન હોવા છતાં લીગલ એક્શનની તૈયારી: ‘ધુરંધર’માં ચૌધરી અસલમનું ચિત્રણ વિવાદમાં
Rahman Dakait: ધુરંધર’ના સુપરસ્ટારે ફરી દેખાડી પોતાની ખતરનાક બાજુ, કસાઈથી પણ કમ નહોતો રહેમાન ડકૈત!
Exit mobile version