News Continuous Bureau | Mumbai
Salman khan: સંજય લીલા ભણસાલી બોલિવૂડ ફિલ્મોના જાણીતા નિર્દેશક છે. સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન લાંબા સમયથી ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’ને સાથે લાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને અત્યાર સુધીમાં ઘણા અપડેટ્સ સામે આવ્યા છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે સંજય લીલા ભણસાલી એ આ ફિલ્મ માંથી સલમાન ખાન ને પડતો મુક્યો છે અને તેના મિત્ર કહેવાતા સુપરસ્ટાર શાહરુખ ખાન ને ફિલ્મ માં લીધો છે.
ઇન્શાઅલ્લાહ માં સલમાન ખાન ની જગ્યા એ આવ્યો શાહરુખ ખાન
સંજય લીલા ભણસાલી ની ફિલ્મ ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’ ઘણા વર્ષોથી સમાચારોમાં છે. અગાઉ આ ફિલ્મ માં સલમાન ખાન અને આલિયા ભટ્ટ ના નામ સામે આવ્યા હતા. પરંતુ હવે મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાંથી સલમાન ખાનને હટાવી ને શાહરુખ ખાન ને લેવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મ ‘ઇન્શાલ્લાહ’નું શૂટિંગ આ વર્ષથી જ શરૂ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Aamir khan: દીકરી ઇરા ખાન ની સંગીત સેરેમની માં મસ્તી કી પાઠશાલા પર ખુબ નાચ્યો આમિર ખાન, પછી બીજું ગીત વાગતા ડીજે સાથે કર્યું આવું કામ, અંદર નો વિડીયો થયો વાયરલ
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. છેલ્લા કેટલાક સમય થી બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. જેના કારણે સંજયે સલમાનને તેની ફિલ્મ ઈન્શાઅલ્લાહમાંથી હટાવી દીધો છે. હવે તે આ ફિલ્મમાં સલમાનના બેસ્ટ ફ્રેન્ડ શાહરૂખ ખાનને સાઈન કરવા જઈ રહ્યો છે. જો કે શાહરૂખે હજુ સુધી આ ફિલ્મ માટે સંમતિ દર્શાવી નથી.
